• Gujarati News
  • National
  • Only 35 Acres Of Land Can Not Be Acquired, Two Important Projects Of Rajkot: Hirasar Airport And AIIMS

માત્ર 35 એકર જમીન સંપાદન ન કરી શકાતાં રાજકોટના મહત્ત્વના બે પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ અને એઇમ્સની કાર્યવાહી ટલ્લે ચડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકાની ફાઇલ તસવીર

રાજકોટઃ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હીરાસર ખાતે 32.5 એકર અને જામનગર રોડ પર ખંઢેરી ખાતે 2 એકર 18 ગૂંઠા જમીન સંપાદનની કામગીરી પૂરી ન કરાતાં બન્ને પ્રોજેક્ટ લટકી પડે તેવા એંધાણ મળી રહ્યા છે. જિલ્લા કલેકટર તમામ કામગીરી પૂરી થઇ ગયાનો અને એઇમ્સ માટે તથા હિરાસર એરપોર્ટ માટે જમીન કેન્દ્રને સોંપાઇ ગયાનો દાવો કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ એવો સવાલ ઊઠી રહ્યો છે કે જે જમીન સંપાદન થઇ નથી તેનો કબજો કલેકટરે કેવી રીતે સોંપ્યો છે તે બાબતની પણ તપાસ થવી જોઇએ. 

તંત્રની ઘોર બેદરકારી
રાજકોટના તત્કાલિન કલેક્ટર ડો.વિક્રાંત પાંડેની અમદાવાદ બદલી થતા આ કામગીરીને ગ્રહણ લાગી ગયું છે અને માત્ર 3 ટકા જમીન સંપાદનની કામગીરીમાં પણ તંત્ર ઉણુ ઉતર્યું છે. જેના પરિણામે હજુસુધી હિરાસર એરપોર્ટ માટેની ખાનગી માલિકીની અંદાજે 13 હેક્ટરથી વધુ જમીન સંપાદનની કામગીરી પૂરી થઇ નથી. રાજકોટ કલેકટર તંત્ર આ કામગીરીમાં નબળુ પુરવાર થાય તેમ જણાતા તેની જવાબદારી જીઆઇડીસીના અધિકારીઓને સોંપવાની ફરજ પડી છે. 

ખેડૂતની જમીન સંપાદનમાં નિષ્ફળતા
આટલું ઓછું હોય તેમ ગુજરાત રાજ્યમાં રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ખાતે એઇમ્સ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. જેમાં પણ એક ખેડૂતની જમીન સંપાદન કરવામાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા નિષ્ફળ રહ્યા છે. હાલમાં જમીનની ફિઝિબિલિટી ચકાસવાની કામગીરી ચાલી રહી છે ત્યારે તેમાં વચ્ચોવચ્ચ આવેલા એક ખેડૂતની ખેતરની 2 એકર 18 ગુંઠા જમીન સંપાદનની કામગીરી બાકી હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જેમાં પણ કલેકટર તંત્રની નિષ્ફળતા સામે આવી છે. 

એરપોર્ટ અને એઈમ્સ માટે ખાનગી જમીન સંપાદનના ભાવ રાજ્ય સરકાર નક્કી કરશે
હિરાસરમાં બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ માટે ખાનગી જમીન માલિકોએ જંત્રી ભાવ કરતા વધુ ભાવની ડિમાન્ડ કરતા તેમની પ્રપોઝલ મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે અને તેવી જ રીતે એઇમ્સ માટેની 2 એકર 18 ગૂંઠા જમીનના માલિકે સંમતી આપી છે પરંતુ તેમણે જે વળતર માગ્યું છે તેના માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં કરવામાં આવી છે. તેથી બન્ને જમીન સંપાદનની કામગીરી હાલમાં બાકી છે. - જગદીશ જેગોડા, પ્રાંત અધિકારી

એઇમ્સની ટેકનીકલ ટીમે રાજકોટમાં સર્વે કર્યો

એઇમ્સ હોસ્પિટલ મામલે એઇમ્સની  ટેકનીકલ ટીમે રાજકોટમાં સર્વે કર્યો હતો. કેન્દ્રની એઇમ્સ ટીમે વિવિધ ટેકનિકલ મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કર્યો છે. રસ્તા, હોસ્પિટલ, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીનો નિકાલ માટે સોઇલ ટેસ્ટ સહિતના મુદ્દાઓ નોંધ્યા છે. શહેરના ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનનો હવાલો કલેક્ટર બુધવારે કેન્દ્ર સરકારને સોંપશે. ઝડપી કામ શરૂ થાય તે માટે કલેક્ટરે કાર્યવાહી શરૂ કરી છે. ટૂંક સમયમાં કેન્દ્ર પાસે કામનું ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન મોદી પાસે સમય માંગવામાં આવશે. મોદી એઇમ્સનું ખાતમુહૂર્ત કર તેવી સંભાવના છે. એઇમ્સ મામલે કલેક્ટર અને ટેકનિકલ ટીમ વચ્ચે બુધવારે ફરી બેઠક યોજાશે અને તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે.