ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત / એ કાર કોની? ગુરુવારે સવારે માત્ર 27 સેકન્ડમાં મહિલા ASIની વિંગને ચક્કર મારીને ચાલી ગઇ

9-37 કલાકે એક વ્યક્તિ સેન્ટ્રો કારમાં આવે છે: 1.25 મિનિટ બાદ એક વ્યક્તિ બહાર આવે છે
9-37 કલાકે એક વ્યક્તિ સેન્ટ્રો કારમાં આવે છે: 1.25 મિનિટ બાદ એક વ્યક્તિ બહાર આવે છે
9-46 કલાકે એક ગ્રે કાર ધસમસતી આવે છે:એક વ્યક્તિ દોડીને ઈ-વિંગમાં ધૂસી ગયો હતો
9-46 કલાકે એક ગ્રે કાર ધસમસતી આવે છે:એક વ્યક્તિ દોડીને ઈ-વિંગમાં ધૂસી ગયો હતો
9-55 કલાકે PCR વેનની એન્ટ્રી થાય છે
9-55 કલાકે PCR વેનની એન્ટ્રી થાય છે

  • ગુરુવારે 10:11 સુધીમાં જેટલા વાહનો આવ્યા તે તમામની તપાસ થાય તો ત્રીજી વ્યક્તિ કોણ? તે સ્પષ્ટ થઇ જાય

 

Divyabhaskar.com

Jul 14, 2019, 03:25 PM IST

રાજકોટ:યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત-હત્યા કેસમાં દરરોજ રહસ્ય તાણાવાણા સર્જતા મુદ્દા બહાર આવી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે એક બાબત તો સ્પષ્ટ કરી દીધી છે કે બુધવારની મધરાતે 2:42 કલાકે એક શંકાસ્પદ કાર મહિલા એએસઆઇ જે વિંગમાં રહેતા હતા ત્યાંથી બહાર નીકળી હતી. કાર કોની છે? તે તપાસનો મુદ્દો છે ત્યારે દિવ્ય ભાસ્કરને સીસીટીવી ફૂટેજ પરથી એવું જાણવા મળ્યું છે કે ગુરુવારની વહેલી સવારે 8:51 કલાકે એક કાર મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવી હતી અને મહિલા એએસઆઇ જે વિંગમાં રહે છે તે વિંગને માત્ર 27 સેકન્ડમાં ચક્કર લગાવીને 8:52:19 કલાકમાં ચાલી ગઇ હતી. આ કાર સંદર્ભે પણ તપાસ થાય તો ત્રીજી વ્યક્તિ કોણ? તે અંગે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે તેમ છે.

આ વ્યક્તિ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહે છે કે કેમ?
દિવ્ય ભાસ્કરને મળેલા સીસીટીવી ફૂટેજમાં એટલું તો સ્પષ્ટ થાય છે કે ગુરુવારની સવારે એક સફેદ કલરની કાર મુખ્યમંત્રી આવાસ યોજનામાં 8:51:52 કલાકે એન્ટર થાય છે અને ઇ-વિંગને ચક્કર લગાવી માત્ર 27 સેકન્ડ બાદ 8:52:19 કલાકે ફરી જ્યાંથી એન્ટર થાય છે ત્યાંથી જ બહાર નીકળી જાય છે. આ સફેદ કારનો ચાલક સવારે ઇ-વિંગ ફરતે ચક્કર મારવા શા માટે આવ્યો? આ વ્યક્તિ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહે છે કે કેમ? તે કોઇ બાબતની ખરાઇ કરવા આવ્યો હતો. કે પછી જાણભેદુ હતો તે તમામ બાબતો તપાસનો વિષય છે.

9:50:22 કલાકે બે બાઇકમાં ત્રણ શખ્સ આવે છે
સવારે 9:37:00 કલાકે એક સેન્ટ્રો કાર આવે છે. તેમાં એક વ્યક્તિ બેઠો હોય છે જે 9:38:15 કલાકે કારમાંથી બહાર નીકળે છે ત્યાં સુધી તે કારની અંદર જ બેઠો રહે છે. ત્યાર બાદ સેન્ટ્રો કારમાંથી ઉતરી ઇ-વિંગમાં પ્રવેશ કરે છે. આ વ્યક્તિ કોણ તે પણ તપાસનો મુદ્દો છે. 9:46:58 કલાકે એક બ્લેક કલરની કાર આવાસ યોજનામાં આવે છે અને ઇ-વિંગની જમણી સાઇડમાં પાર્ક થાય છે અને તેમાંથી એક એકવડિયાબાંધાનો ઊંચો શખ્સ ત્વરિત ગતિથી કારમાંથી ઉતરી સીધો જ ઇ-વિંગમાં ઝડપથી પ્રવેશ કરી જાય છે. ત્યારપછી 9:50:22 કલાકે બે બાઇકમાં ત્રણ શખ્સ આવે છે અને તે પણ ઇ-વિંગમાં દોડી જાય છે.

ત્રીજી વ્યક્તિ કોણ તે અંગે તેજ
લગભગ પાંચેક મિનિટ પછી 9:55:44 કલાકે એક પીસીઆર વેન મુખ્યમંત્રી આવાસ યોજનામાં દાખલ થાય છે અને તેમાંથી ઉતરીને કેટલાક પોલીસને પણ ઇ-વિંગમાં દોડી જતા જોવા મળે છે અને 10:11:52 કલાકે 108 પણ ઘટનાસ્થળે આવે છે ત્યારબાદ પોલીસના ધાડેધાડા અહીંયા ઇ-વિંગની આસપાસ ઉતરી પડતા જોવા મળે છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે, 8:51:52 કલાકે મુખ્યમંત્રી આવાસ યોજનાના મુખ્ય ગેટમાંથી પ્રવેશી અને મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર જે વિંગમાં રહેતા હતા તે ઇ-વિંગને માત્ર 27 સેકન્ડમાં ચક્કર લગાવીને શા માટે ત્યાંથી ચાલી જાય છે અને ત્યારબાદ સેન્ટ્રો, બ્લેક કાર, બાઇકમાં આવનાર કોણ? તેમજ પીસીઆર વેનને જાણ કોણે કરી? તેમાં આવનાર પોલીસમેન કોણ હતા? સહિતની તપાસ થયા બાદ ત્રીજી વ્યક્તિ કોણ તે અંગે તમામ વિગતો સ્વચ્છ પાણી જેવી થઇ જશે અને તેમાં આરોપીઓના પ્રતિબિંબ જરૂરથી બતાશે.

X
9-37 કલાકે એક વ્યક્તિ સેન્ટ્રો કારમાં આવે છે: 1.25 મિનિટ બાદ એક વ્યક્તિ બહાર આવે છે9-37 કલાકે એક વ્યક્તિ સેન્ટ્રો કારમાં આવે છે: 1.25 મિનિટ બાદ એક વ્યક્તિ બહાર આવે છે
9-46 કલાકે એક ગ્રે કાર ધસમસતી આવે છે:એક વ્યક્તિ દોડીને ઈ-વિંગમાં ધૂસી ગયો હતો9-46 કલાકે એક ગ્રે કાર ધસમસતી આવે છે:એક વ્યક્તિ દોડીને ઈ-વિંગમાં ધૂસી ગયો હતો
9-55 કલાકે PCR વેનની એન્ટ્રી થાય છે9-55 કલાકે PCR વેનની એન્ટ્રી થાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી