વાંકાનેર / ખેરવા પાસે બે ST બસ સામસામે અથડાઈ, 25 મુસાફરોને ઇજા, ડ્રાઈવર ગંભીર

Divyabhaskar.com

Oct 11, 2019, 11:47 AM IST

વાંકાનેરઃ વાંકાનેરના ખેરવા પાસે બે ST બસ સામસામે અથડાઈ છે. જેમાં 25થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 5 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હોવાના પ્રાથમિક અહેવાલ છે.

સવારે 7 વાગ્યે અકસ્માત સર્જાયો હતો
મળતી માહિતી અનુસાર વાંકાનેર-રાજકોટ-વાંકાનેર રૂટની એસટી બસ નં. GJ18Z-0373 તથા રાજકોટ-વાંકાનેર-રાજકોટ રૂટની એસટી બસ સામ-સામે અથડાતાં બંનેના ચાલકો તથા મુસાફરોને ઇજા થઇ હતી. એક બસમાં ડ્રાઇવર ફસાઇ જતાં તેમને મહામહેનતે પતરા ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતાં અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. વાંકાનેરના મહમદ રાઠોડ અને નિલેષ ચંદારાણાના અહેવાલ મુજબ વાંકાનેર નજીકના ખેરવા પાસે સવારે સાતેક વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.

તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
કુવાડવાના ભીમભાઇ સોઢાના જણાવ્યા મુજબ કુવાડવા આરોગ્ય કેન્દ્રમાં ચાર મુસાફરો કુંભારપરાના પિન્ટુભાઇ ગીધાભાઇ વાઘેલા (ઉ.35), તેના પુત્ર ખોડા પિન્ટૂભાઇ (ઉં-9) તથા તીથવાના અબ્દુલભાઇ હનીફભાઇ કડીવાર (ઉં-37) અને તેના પત્નિ જૈનમબેન (ઉ.35)ને વાંકાનેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેમાં પિન્ટુભાઇ અને તેનો પુત્ર રાજકોટથી વાંકાનેર જતી બસમાં બેઠા હતાં. જ્યારે અબ્દુલભાઇ અને તેના પત્નિ તિથવાથી રાજકોટ તરફ આવવા વાંકાનેર-રાજકોટ રૂટની બસમાં બેઠા હતાં.અન્ય ઇજાગ્રસ્તોમાં એક બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય મુસાફરોમાં વાંકાનેરના ધર્મેશભાઇ મકનલાલ (ઉ.36), રાજુભાઇ માધાભાઇ (ઉ.40) તથા વાલજીભાઇ પરમાર (ઉ.45)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી