રાજકોટ / રાજકોટ જિલ્લામાં પ્રથમ કોંગોનો પોઝિટીવ કેસ, રિપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું મોત થયું હતું

સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર
સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર

  • યુવાનના બ્લડ સેમ્પલ લઇને પૂણેની ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા

Divyabhaskar.com

Sep 17, 2019, 05:07 PM IST

રાજકોટ: પડધરી તાલુકાનાં 500 જેટલી વસ્તી ધરાવતા નાના સજાડિયા ગામમાં 42 વર્ષના યુવાનની તબિયત બગડી હતી અને આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન કોંગોના લક્ષણો દેખાતા તુરંત જ આરોગ્ય વિભાગમાં રિપોર્ટ કરાયો હતો. જેને પગલે યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં ખસેડાયો હતો. યુવાનના બ્લડ સેમ્પલ લઇને પૂણેની ઈન્સ્ટિટ્યુટ ઓફ વાઈરોલોજીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ રિપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતું. આજે તેનો રિપોર્ટ આવ્યો હતો જે પોઝિટીવ આવ્યો હતો. આથી રાજકોટ જિલ્લામાં કોંગોનો પ્રથમ કેસ નોંધાયો છે.

ડેન્ગ્યુના દર્દી મનપામાં મહિને નોંધાયા તેનાથી વધુ તો ખાનગીમાં નોંધાય છે


મનપાએ એક માસમાં માત્ર 12 જ ડેન્ગ્યુ અને કમળા તાવના 11 દર્દી હોવાનું જાહેર કર્યું છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક દિવસમાં બેથી ત્રણ દર્દીઓ સારવાર માટે આવે છે. મનપાની ચેમ્બરમાં કમિશનર સહિતના ક્લાસ વન અધિકારીઓ ઓલઆઉટ સહિતના મચ્છર દૂર કરતા યંત્રનો ઉપયોગ કરી રહ્યા છે અને શહેરમાં મચ્છર તથા પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે.

દૈનિક 2થી3 ડેન્ગ્યુના કેસ આવે છે

ગત વર્ષ કરતા ડેન્ગ્યુના દર્દીઓ ઓછા છે આમ છતાં દરરોજ ડેન્ગ્યુના શંકાસ્પદ બેથી ત્રણ કેસ આવી રહ્યા છે. જનરલ પ્રેક્ટિસ કરનાર ડોક્ટર પાસે તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના દૈનિક 50થી 60 દર્દીઓ આવતા હોય છે. ડેન્ગ્યુના કેસમાં રેપિડ ટેસ્ટ મોંઘો હોવાથી તેની સીધી સારવાર જ શરૂ કરી દેવામાં આવે છે. - -ડો.ભરત વેકરિયા, પ્રમુખ, જનરલ પ્રેક્ટિશનર એસોસિએશન

X
સિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીરસિવિલ હોસ્પિટલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી