રાજકોટ / પોલીસ કમિ.ના બંગલાથી 100 મીટર દૂર હેડક્વાર્ટરમાં પોલીસ પુત્ર જ જુગાર રમાડતા ઝડપાયો

  • 6 મહિના પહેલા પણ માહિતી મળી હતી પરંતુ કંઇ હાથ લાગ્યું નહોતું:પીઆઇ
  • છેલ્લા ચાર દિવસથી જુગાર રમાડતો હોવાની આરોપીની કબુલાત
     

Divyabhaskar.com

Aug 14, 2019, 06:19 PM IST

રાજકોટ: શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ઠેર ઠેર જુગાર રમવાની મોસમ ખીલી છે. પરંતુ પોલીસ અનેક પત્તાપ્રેમીઓને ઝડપી રહી છે. રાજકોટમાં પોલીસ માટે શરમજનક બાબત સામે આવી છે. ખુદ પોલીસ કમિશનરના બંગલાથી હેડક્વાર્ટરનો દરવાજો માત્ર 30 ફૂટ દૂર છાય અને પોલીસ પુત્ર પોલીસના ક્વાર્ટરમાં જુગાર રમાડતો હતો તે સીપીના બંગલાથી 100 મીટર દૂર થાય. પોલીસ પુત્ર હતો એટલે પિતાની ધાકથી જુગાર ચલાવતો કે પછી પોલીસની જ મીઠી નજર હેઠળ આ ચાલતું હતું કે પછી પોલીસ પુત્રને ખાખીનો ખૌફ નહોતો. તેવા અનેક સવાલો સામે આવી રહ્યાં છે. જો કે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એમ.કાતરીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જમાદાર જગદીશ વાઘેલાનો પુત્ર રવિ જુગાર રમાડે છે તેવી બાતમી મળી હતી. જો કે અગાઉ 4-6 મહિના પહેલા પણ આવી બાતમી મળી હતી. પરંતુ ત્યારે દરોડા પાડ્યા હતા પરંતુ કંઇ હાથ લાગ્યું ન હતું. આ વખતે સફળતા મળી હતી.

સીપીના ઘરની સામે જ 4 દિવસથી જુગાર રમાડતો

DivyaBhaskarના રિયાલીટી ચેકમાં પોલીસ કમિશનરના બંગલાની બરોબર સામે જ હેડક્વાર્ટર આવેલું છે અને હેડ ક્વાર્ટરની અંદર નવ માળનું નવું બિલ્ડીંગ બન્યું છે. જે સીપીના બંગલાથી આશરે 100 મીટર દૂર જ આવેલું છે, જે બિલ્ડીંગના નવમાં માળે 904 નંબરના બ્લોકમાં જુગાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. જો કે હેડક્વાર્ટરમાં જુગાર રમાડતા પોલીસ પુત્રના પિતા જગદીશભાઇને ટીબીની બિમારી છે જેને લઇ તે 3 મહિના કરતા વધુ સમયથી સિક લીવ પર જતા રહ્યાં છે.

આઠ આરોપી સાથે 37200 રોકડ રકમ કબ્જે કરી

પોલીસમેનનો પુત્ર જ આ જુગારધામ ચલાવતો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતું હતું. જગદીશભાઇ પોલીસ છે. તેનો પુત્ર રવિ પોતાના ક્વાર્ટરમાં બહારથી સ્ત્રી-પુરૂષ બોલાવી ગંજીપાનાનો જુગાર રમાડતો. પ્રદ્યુમનનગર પોલીસે દરોડો પાડી 37200ની રોકડ અને ગંજીપાનો કબ્જે કર્યો છે. પોલીસે રવિ જગદીશભાઇ વાઘેલા, હિતેશ ભરતભાઇ ઢાકેચા, સુભાષ કાંતિભાઇ ઝાલા, શ્યામ ધનજીભાઇ પરમાર, ગટુ છગનલાલ મકવાણા, સમુજુ ઉર્ફે ભાનુબેન બાબુભાઇ ઝાલા, આરૂષી ઉર્ફે આરતી પ્રવીણભાઇ પંડ્યા અને કારૂબેન બાબુભાઇ મકવાણાની ધરપકડ કરી છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી