ભડકો / રાજકોટ શહેર કોંગ્રેસનો આંતરિક ઝઘડો સપાટી પર, વિવાદ થતાં વોટ્સઅપ ગ્રુપ બંધ કરાયું

વોટ્સઅપ ચેટ
વોટ્સઅપ ચેટ

  • હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી: શહેર કોંગ્રેસ પ્રમુખ 
     

Divyabhaskar.com

Aug 16, 2019, 05:07 PM IST

રાજકોટ: રાજકોટ શહેર કોંગ્રેસનો આંતરિક ઝઘડો સપાટી પર આવ્યો છે. રાજકોટ કોંગ્રેસ વોટ્સઅપ ગ્રુપ અંદરોઅંદર ઝઘડો થતા બંધ કરવું પડ્યું છે. આઇટી સેલના હોદ્દેદારોની અને કાર્યકર્તાઓની દરેક કાર્યક્રમમાં ઉપેક્ષા થતો હોવાનો આક્ષેપ કર્યો છે.બહાદુરસિંહ ઝાલા નામના હોદ્દેદારે વર્તમાન પ્રમુખ અશોક ડાંગરને લઇ ટીપ્પણી કરી હતી કે પ્રમુખ પાછા ભાજપમાં નહીં જાય તેની ખાતરી શું?

પ્રમુખ અશોક ડાંગરનું નિવેદન

આ અંગે અશોક ડાંગરે જણાવ્યું હતું કે, સાચા કોંગ્રેસી હોય તો કોર્ટમાં સોગંદનામું કરાવે, મને આ મામલે કંઇ ખ્યાલ નથી. હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો નથી. ગઇકાલે ધ્વજ વંદનનો કાર્યક્રમ વોર્ડ નં. 10માં યોજાયો હતો. વોર્ડ નં.10ના કોર્પોરેટર મનસુખ કાલરીયાએ જણાવ્યું હતું કે, કોઇ માથાકૂટની ઘટના બની નથી.

કોંગ્રેસમાં વ્યક્તિગત જૂથવાદ છે: ભાજપ અગ્રણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ પ્રમુખ હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસનું એક ગ્રુપ બંધ થયું છે જે કોંગી કાર્યકર્તા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી થશે.ગ્રુપ બંધ કરવા પાછળના શું કારણો છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના વિવાદને ધ્યાને રાખી ભાજપના નેતા નીતિ ભારદ્વાજે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો જૂથવાદ એ નવી બાબત નથી અને કોંગ્રેસમાં વ્યક્તિગત જૂથ છે.

X
વોટ્સઅપ ચેટવોટ્સઅપ ચેટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી