રહસ્યમય મોત / વિવેકને ક્રિમિનલ કેસ ગેમનો શોખ, ખુશ્બુના પિતાને ભજીયાનો ધંધો, રવિરાજના પિતા ASI હતા

rajkot ASI ans constable death case: khushbu's father business of bhajiya and ravirajsinh's father is ASI

  • વિવેકને પણ ખુશ્બુ સાથે ગાઢ મિત્રતા હતી
  • વિવેક ખુશ્બુની અંતિમયાત્રામાં જોડાવા જામજોધપુર ગયો

Divyabhaskar.com

Jul 13, 2019, 05:06 PM IST

રાજકોટ: દિન દયાળ પંડિત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર ઈ-402માંથી ગુરુવારે સવારે મહિલા એ.એસ.આઇ. ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ગોળીથી વિંધાયેલા મૃતદેહ મળ્યા હતા. રહસ્યમય રીતે થયેલા એએસઆઇ અને કોન્સ્ટેબલના મોત પાછળનું કારણ અકબંધ છે. જો કે તપાસ દરમિયાન થયેલા ખુલાસા મુજબ, બન્નેના મોતની આગલી રાત્રે વિવેક કુછડીયા પત્ની સાથે ખુશ્બુના ઘરે બેસવા આવ્યો હતો અને ત્યાં સર્વિસ રિવોલ્વર ભૂલી ગયો હતો. આમ આ કેસ આ ત્રણેય પાત્રોની આસપાસ ફરી રહ્યો છે. વિવેક કુછડીયાની ફેસબૂક પ્રોફાઈલ મુજબ, તે ક્રિમિનલ કેસ ગેમ રમવાનો શોખીન હતો અને એક પુત્રનો પિતા છે. જ્યારે ખુશ્બુ મૂળ જામજોધપુરની વતની છે અને તેના પિતા ખુશ્બુના નામે જોમજોધપુરમાં ભજીયા હાઉસ ચલાવે છે. તેમજ રવિરાજસિંહ શાપર-વેરાવળનો વતની અને તેના પિતા રાજકોટ રૂરલ પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

વિવેક અને ખુશ્બુ બંને એક બેચમાં પોલીસમાં જોડાયા હતા

એએસઆઇ વિવેક કુછડીયા પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. વિવેક પરિણીત અને એક પુત્રનો પિતા છે. ખુશ્બુની સાથે 2016માં વિવેક પોલીસમાં જોડાયો હતો. વિવેકને પણ ખુશ્બુ સાથે ગાઢ મિત્રતા હતી. એક જ બેચમાં સાથે બંને જોડાયા હતા.

ખુશ્બુ મુંબઈમાં અભ્યાસ કરતી, એક બહેનનું અવસાન થઈ ગયું છે

મૂળ જામજોધપુરની વતની ખુશ્બુ છેલ્લા ત્રણ વર્ષથી પોલીસમાં નોકરી કરતી હતી. ત્રણ વર્ષ પહેલા 2016માં પોલીસમાં ભરતી થઇ હતી. તે એક ભાઇથી મોટી હતી. ખુશ્બુએ પ્રારંભમાં મુંબઇમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા રાજેશભાઇ કાનાબાર જામજોધપુરમાં ખુશ્બૂ ભજીયા નામે સ્ટોલ રાખી ધંધો કરે છે. માતાનું નામ પન્નાબેન છે. નાનો ભાઇ કરણ હાલમાં અમરનાથ યાત્રા કરવા ગયો હતો. ખુશ્બની એક બહેન નિધિનું અવસાન થઇ ચૂક્યું છે. આજે શનિવારે સવારે નવ વાગ્યે ખુશ્બની અંતિમયાત્રા જલારામ આવાસ સરકારી હોસ્પિટલ જામજોધપુર ખાતેથી નીકળી હતી. તેની પ્રાર્થના સભા 15 જુલાઇ સોમવારે જામજોધપુરમાં રોકડીયા હનુમાન મંદિર ખાતે રાખેલ છે.

રવિરાજસિંહ માતા-પિતાના એકના એક પુત્ર

રવિરાજસિંહ પોતાના માતા-પિતાના એકના એક સંતાન હતા. રવિરાજસિંહથી એક મોટી બહેન છે. રવિરાજસિંહ પરિણીત હતાં અને સંતાનમાં એક પુત્રી છે. રવિરાજસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ મથકમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં અને ડિટેકશનમાં પણ ખૂબ સારી કામગીરી કરતા હતા. રવિરાજસિંહના પિતા અશોકસિંહ રાજકોટ રૂરલમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.

X
rajkot ASI ans constable death case: khushbu's father business of bhajiya and ravirajsinh's father is ASI
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી