રાજકોટ / ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત: ખુશ્બુ આંતરવસ્ત્ર પહેરેલી હાલતમાં હતી, સ્પર્મના સેમ્પલ FSLમાં મોકલાયા

મહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીર
મહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીર

  • બંનેની કોલ ડિટેઇલ અને વોટ્સએપ ચેટને ચેક કરવામાં આવશે

Divyabhaskar.com

Jul 13, 2019, 10:45 AM IST

રાજકોટ :શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ભડાકે દીધેલી લાશ મળવાના ચકચારી પ્રકરણમાં નવો ફણંગો ફૂટ્યો હતો. એફએસએલ પહોંચી તે પહેલા પોલીસે બંનેના મૃતદેહો મુળ સ્થિતિથી હટાવી દૂર કરી દીધા હતા. ખુશ્બુ આંતરવસ્ત્ર પહેરેલી હાલતમાં હતી. તેમજ સ્પર્મ સહિતના સેમ્પલો એફએસએલમાં મોકલાયા છે. ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ અને વોટ્સઅપ ચેટ પણ કાઢીને ચેક કરવામાં આવશે જે તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે ગાઢ સંબંધ હતા

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઇ ખુશ્બુ રાજેશભાઇ કાનાબાર અને એ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાની લોહીથી લથબથ હાલતમાં ગુરૂવારે સવારે ક્વાટર્સમાંથી લાશ મળી આવી હતી. મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે ગાઢ સંબંધ હતા અને બંને મહતમ દિવસો ખુશ્બુ કાનાબારના ઘરે જ રહેતા હતા.
પરિણીત રવિરાજસિંહ અને અપરિણીત ખુશ્બુના પ્રેમપ્રકરણમાં બંને હંમેશા માટે એક નહી થઇ શકે તે મુદ્દે બોલાચાલી થતાં મામલો હત્યા આપઘાત સુધી પહોંચ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

પોલીસે હજુ સુધી અકસ્માતે મોત (એ.ડી.) જ નોંધ્યું છે

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલા આ કેસમાં પોલીસે હજુ સુધી અકસ્માતે મોત (એ.ડી.) જ નોંધ્યું છે ત્યારે તપાસને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઘટનાની જાણ થઇ ત્યારે પહોંચેલી પોલીસને બંનેની લાશ જોવા મળી હતી. મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબારનું માથું કોન્સ્ટેબલ રવિરાજસિંહના ખોળામાં હતું અને રવિરાજસિંહનું માથું ખુશ્બુના વાંસા તરફ ઢળેલું હતું, સ્થળ પર પહોંચેલી પોલીસે સૌપ્રથમ બંનેના મૃતદેહ ખસેડી જુદા જુદા રાખી દીધા હતા, એફએસએલ અધિકારી પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ અલગ અલગ હતા તેમજ મહિલા એએસઆઇ ખુશ્બુની સર્વિસ પિસ્ટલ સ્થળ પરથી મળી હતી. જેની એફએસએલ અધિકારીએ તપાસ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન નવો ધડાકો થયો હતો. ઘટના જ્યાં બની તે ખુશ્બુ કાનાબારના ઘરમાંથી તેના સાથી એએસઆઇ વિવેક કુછડીયાની સર્વિસ પિસ્ટલ પણ હાથ આવી હતી અને તે પોલીસે જપ્ત કરી હતી.

પોલીસે પંચનામું કરી એએસઆઇ કુછડીયાની પિસ્ટલ જપ્ત કરી

જો કે ગુરૂવારે સ્થળ પર પહોંચેલા એફએસએલ અધિકારીને કુછડીયાની રિવોલ્વર નજરે પડી નહોતી, આ અંગે તપાસનીશ અધિકારી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણજારાએ જણાવ્યું હતું કે, જે તે સમયે જ પોલીસે પંચનામું કરી એએસઆઇ કુછડીયાની પિસ્ટલ જપ્ત કરી હતી, સામાન્ય કેસમાં એફએસએલ પહોંચે ત્યારબાદ જ પોલીસ મૃતદેહને હટાવવા કે અન્ય હથિયારને હાથ અડાવવાની કામગીરી કરતી હોય છે. પરંતુ આ કેસમાં બંનેના મૃતદેહ દૂર કરવા તેમજ કુછડીયાની પિસ્ટલ અગાઉથી કબ્જે કરી લેવાનો મામલો કંઇક અંશે ગાફેલીયત કે શંકાસ્પદ લાગી રહ્યો છે. મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે ગાઢસંબંધો હતા અને તે મુદ્દાને ધ્યાને લઇ પોલીસે સ્પર્મ સહિતના સેમ્પલો લઇ એફએસએલમાં મોકલ્યા છે.

X
મહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીરમહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી