રાજકોટ / ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત: રવિરાજ સિવાય ASI વિવેક ખુશ્બુનો ગાઢ મિત્ર અને ફ્લેટની ચાવી પણ તેની પાસે રહેતી?

મૃતક ખુશ્બુ અને સરકારી રિવોલ્વર ભૂલી જનાર વિવેક કુછડિયાની તસવીર
મૃતક ખુશ્બુ અને સરકારી રિવોલ્વર ભૂલી જનાર વિવેક કુછડિયાની તસવીર

  • ખુશ્બુ અને રવિરાજ 2016માં સાથે પોલીસમાં જોડાયા
  • ખુશ્બુ, રવિરાજ, વિવેક અને તેની પત્ની બનાવની આગલી રાતે આઇડીબી હોટેલમાં જમવા ગયા હોવાની વાત
  • પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ કબ્જે કરી તપાસ આગળ વધારી
  •  મારી દીકરી રમતા રમતા રિવોલ્વર હાથમાં ન લઈ લે તે માટે ખુશ્બુના ઘરે જ રાખતોઃ વિવેક
  • રવિરાજના સાળા પોલીસને ફ્લેટ સુધી લઇ ગયા તો તેને કઇ રીતે ખબર, પોલીસના શંકામા સાળો પણ?

Divyabhaskar.com

Jul 13, 2019, 05:30 PM IST

રાજકોટ: શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ભડાકે દીધેલી લાશ મળવાના ચકચારી પ્રકરણમાં રહસ્ય દિવસેને દિવસે ઘેરૂ બનતું જાય છે. ખુશ્બુ અને મૃતક રવિરાજસિંહને પ્રેમપ્રકરણ તો હતું જ પરંતુ તેના સાથી બેચના વિવેક કુછડીયા સાથે પણ ખુશ્બુને ગાઢ મિત્રતા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આવાસ ક્વાર્ટરમાં ખુશ્બુ જ્યા ભાડે રહેતી તેના ફ્લેટની એક ચાવી વિવેક કુછડીયા પાસે પણ રહેતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફિંગર પ્રિન્ટ મોડી સાંજે આવવાની શક્યતા, વિવેક પાસે રિકન્ટ્રક્શન કરાવાશે
કોણે ફાયરિંગ કર્યું અને કઈ રીતે કર્યું તે અંગે ફિંગર પ્રિન્ટ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આજે (શનિવાર) મોડી સાંજે ફિંગર પ્રિન્ટ રિપોર્ટ આવે તેવી શક્યતા છે. રિપોર્ટ આવ્યે કઈ રીતે અને કોના દ્વારા ગોળી છૂટી હતી તે જાણવા મળી જશે. આ સિવાય પોલીસના અંગત સુત્રોએ જણાવ્યું હતું કે, વિવેક કુછડીયા આવાસમાં સરકારી રિવોલ્વર ભૂલી ગયો તે મુદ્દે તેણે પોલીસને એવો જવાબ આપ્યો હતો કે, ઘરે મારે નાની દીકરી છે તે રમતા રમતા હાથમાં ન લઇ લે તેના માટે મોટા ભાગે તે ખુશ્બુના ઘરે જ રિવોલ્વર રાખીને જતા હતા. પોલીસ વિવેક પાસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવશે. જેમાં ક્યારે, કેવી રીતે પત્ની સાથે ઘરે ગયો હતો. કઇ રીતની વાતચીત શરૂ કરી હતી. જમવા ગયા હતા તો ક્યાં અને કઇ રીતે ગયા હતા તે તમામ બાબતો આવરી લેવામાં આવશે.

બનાવ પહેલા જમવા ગયા હતા તે હોટેલના સીસીટીવી પોલીસે કબ્જે કર્યા

બનાવ બન્યો તેની આગલી રાતે ખુશ્બુ, રવિરાજસિંહ બંને એક કારમાં અને બીજી કારમાં વિવેક કુછડીયા અને તેની પત્ની તેના ફ્લેટની બાજુમાં આવેલી આઇડીબી હોટેલમાં જમવા ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પોલીસે ચારેય જમવા ગયા હતા તે હોટલના સીસીટીવી કબ્જે કર્યા છે. સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુરાવા ભાગરૂપે પોતાની પાસે જ રાખશે તેવું પોલીસ જણાવી રહી છે.

ખુશ્બુને માથાના વચ્ચેના ભાગમાં ગોળી વાગી પણ આપઘાતમાં કોઈ ત્યાં ગોળી કેમ મારે?

રવિરાજસિંહ અને ખુશ્બુની ગોળી મારેલી હાલતમા લાશ મળી આવી હતી. આ બનાવમાં બન્નેને એક-એક ગોળી વાગી છે. ખુશ્બુને માથાના વચ્ચેના ભાગમાં ગોળી વાગી છે, આપઘાત કરે તો કોઇ ત્યાં ગોળી ન મારે તેવું FSLનું પ્રાથમિક તારણ છે. આ બનાવમાં ખુશ્બુની હત્યા થયાની પૂરેપૂરી શંકા વ્યક્ત થઇ રહી છે. રવિરાજ અને ખુશ્બુ વચ્ચે ઝઘડો થયો હોય અથવા ત્યાં ત્રીજી વ્યક્તિ સાથે હોય તેવું પણ બની શકે. પોલીસ માટે આ તપાસનો વિષય બન્યો છે, કારણ કે બન્નેને એક-એક ગોળી વાગી છે તો બીજા બે રાઉન્ડ મિસ ફાયરિંગ થયા હોવાનું પણ જાણવા મળે છે. જો મિસફાયર થયા હોય તો મારનાર વ્યક્તિને લાગ ન મળ્યો હોય અને સામેવાળાએ બચાવ કર્યો હોય તો આવું બની શકે.

રવિરાજસિંહના સાળા પોલીસને ફ્લેટ સુધી લઇ ગયા

બનાવના આગલા દિવસે રવિરાજસિંહના ઘરેથી તેને ફોન કરવામાં આવતા હતા. પરંતુ તેનો ફોન સતત નો રિપ્લાય થતા તેના સાળાએ તપાસ શરૂ કરી હતી અને રવિરાજસિંહ ખુશ્બુના ફ્લેટ પર હોય શકે તે શંકાના આધારે તે ત્યાં પહોંચ્યા હતા. જેથી તેના સાળાને કઇ રીતે ખબર કે તે ખુશ્બુના ઘરે હોય શકે?. શું સાળો તેના બનેવી અને ખુશ્બુના સંબંધ વિશે જાણતો હતો કે કોઇએ તેને કહ્યું કે રવિરાજસિંહ ખુશ્બુના ઘરે હોય શકે? તે એક મોટો સવાલ છે.

એએસઆઇ કુછડીયા પત્ની સાથે મોડી રાત સુધી કાનાબારના ઘરે હતા

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ બુધવારે રાતે રવિરાજસિંહ, ખુશ્બુ, વિવેક અને તેની પત્ની બનાવ બન્યો તે આવાસ ક્વાર્ટરની બાજુમાં આવેલી આઇડીબી રેસ્ટોરામાં જમવા ગયા હતા અને પાછા ફર્યા પછી રાતે 11.30 આસપાસ સુધી ચારેય વચ્ચે હસી મજાક ચાલી હતી. એએસઆઇ કુછડીયા ગયા પછી રવિરાજસિંહ કાલાવડ રોડ આશાપુરા હોટલે પાનની કેબિનેથી ચીજવસ્તુ લઇને ફરી ફ્લેટ પર પહોંચ્યા હતા. રવિરાજ પાસે ક્રેટા કાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે.

શંકા ઉપજાવતા મુદ્દા, પોલીસને પણ બનાવના 48 કલાકે આ મુદ્દાના જવાબો નથી મળતા

-કુછડીયા પત્ની સાથે બેસવા ગયા ત્યારે તેનું સરકારી હથિયાર ભૂલી ગયા હતા તો તે પરત લેવા કેમ ન ગયા?
-આવાસના ફ્લેટમા બે ચાર રાઉન્ડ ફાયરિંગ થયા તો કોઇએ કેમ સાંભળ્યા નહીં, ઝઘડો થયો હતો કેમ હોહા ન થઈ?
-જે ફ્લેટમાં ખુશ્બુ રહેતી તેની કેટલી ચાવી હતી તે ચાવી કોની કોની પાસે રહેતી હતી?
-મુખ્ય મુદો રવિરાજસિંહના સાળા પોલીસને સીધા કેમ ખુશ્બુના જ ઘરે લઇ ગયા, શું તેને સંબંધ વિશે જાણ હતી?

પોલીસ કમિશનર શું કહે છે

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, બનાવ કમનસીબ છે. પોલીસે પણ અંદરોઅંદર સ્ટાફના સંબંધો વિશે જાગૃતતા રાખવી જોઇએ. સમગ્ર બનાવમાં એફએસએલનો રોલ મહત્વનો છે. આગામી બે ત્રણ દિવસમાં એફએસએલનો રિપોર્ટ આવ્યે ઘણું સત્ય બહાર આવી જશે. કઇ રીતે ગોળીઓ છૂટી હતી, ગન પાવડરના નિશાન કોના હાથમાં હતા વગેરે અનેક પ્રશ્નો ઉકેલાશે. રિપોર્ટ આવ્યા બાદ કેસ વધુ સ્પષ્ટ બની શકશે. હાલ કંઇ કહેવું વહેલું ગણાશે.

કુછડીયા પર તોળાતા પગલા, તે હાલ ખુશ્બુની અંતિમવિધિમાં ગયા, પરત આવ્યે પૂછપરછ

સરકારી ગન ભૂલી ગયા તો પરત લેવા કેમ ન ગયા?કુછડીયાની પત્નીને પણ રવિરાજસિંહ અને ખુશ્બુના સંબંધની ખબર હોવા છતાં તે પતિ સાથે ત્યાં બેસવા જતા વગેરે સવાલ કુછડીયા જ આપી શકે. હાલ કુછડીયા ખુશ્બુની અંતિમવિધિ જામજોધપુર ગયા હોવાથી પરત ફર્યા બાદ તેની અલગ અલગ મુદ્દાને લઇ પૂછપરછ કરવામાં આવશે.

X
મૃતક ખુશ્બુ અને સરકારી રિવોલ્વર ભૂલી જનાર વિવેક કુછડિયાની તસવીરમૃતક ખુશ્બુ અને સરકારી રિવોલ્વર ભૂલી જનાર વિવેક કુછડિયાની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી