ઉજવણી / મોરબીમાં સ્મશાનમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, કેજીથી ધો.12ના વિદ્યાર્થીઓએ ધ્વજારોહણ કર્યું

મોક્ષધામમાં ઉજવણી કરાઇ
મોક્ષધામમાં ઉજવણી કરાઇ

  • મોક્ષધામ શાંતિનું પ્રતિક હોવાથી અનેરો આનંદ મળે છે: શાળાના પ્રમુખ

Divyabhaskar.com

Aug 16, 2019, 01:46 PM IST

મોરબી: ગઇકાલે મોરબીની શાળા ભારતી વિદ્યાલય દ્વારા 15મો સ્વતંત્રતા દિવસની રોટરી મોક્ષધામમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના પ્રમુખ હિતેષભાઈ મહેતા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા ભારતી વિદ્યાલય શિક્ષકો અને કેજીથી લઇ ધો.12 સુધીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. હિતેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મોક્ષધામ એ શાંતિનું પ્રતિક હોય ત્યાં ધ્વજારોહણ કરવાથી એક અનોખો આનંદ મળી શકે છે. જ્યારે આપણે બધા ધ્વજારોહણ શાળામાં અથવા તો કોઈ જાહેર જગ્યાએ કરતા હોઇએ છીએ પણ મોક્ષધામમાં ધ્વજારોહણ કરવાનો પ્રયત્ન આપણી શાળા ભારતી વિદ્યાલય દ્વારા કરીને સમાજને અલગ જ સંદેશો આપ્યો છે.

X
મોક્ષધામમાં ઉજવણી કરાઇમોક્ષધામમાં ઉજવણી કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી