રાજકોટ / પ્રેમિકાના દરોડા બાદ નાયબ મામલતદાર ડુંડ ગુમ, બંને અધિકારી સામે ફરજ મોકૂફીના તોળાતા પગલાં

મામલતદાર ડુંડની તસવીર
મામલતદાર ડુંડની તસવીર
નાયબ મામલતદાર વી.વી. ડૂંડ, નાયબ મામલતદાર પરમાર તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો.
નાયબ મામલતદાર વી.વી. ડૂંડ, નાયબ મામલતદાર પરમાર તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો.

  • વાંકાનેર મામલતદાર કચેરીમાં ‘મહેફિલ’ જામી હતી અને મહિલાએ ખાબકી અધિકારીઓના કરતૂતોનો પર્દાફાશ કર્યો’તો
  • ઘટનાના દિવસથી જ ડુંડ જાણ કર્યા વગર અજ્ઞાત સ્થળે જતા રહ્યા, મામલતદારે વચગાળાનો રિપોર્ટ કલેક્ટરને સોંપ્યો 

Divyabhaskar.com

Oct 12, 2019, 01:40 AM IST

રાજકોટઃ વાંકાનેર મામલતદાર કચેરીમાં 1લી તારીખે જામેલી ‘મહેફિલ’ પર નાયબ મામલતદાર ડુંડની પ્રેમિકાએ ખાબકી મહેફિલ માણી રહેલા ડુંડ અને અન્ય એક નાયબ મામલતદાર સહિત પાંચનો વીડિયો ઉતારી અધિકારીઓના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાના દિવસથી જ ડુંડ રજા મુક્યા વગર અજ્ઞાત સ્થળે નાસી ગયા છે, સમગ્ર ઘટના અંગે તપાસ ચલાવી રહેલા મામલતદારે વચગાળાનો રિપોર્ટ કલેક્ટરને સોંપતા બંને નાયબ અધિકારીઓ સામે ફરજ મોકૂફીના પગલાં તોળાઇ રહ્યા છે.

દરરોજ દારૂની મહેફિલ મંડાતી હતી
વાંકાનેર મામલતદાર કચેરીમાં ગત તા.1ના બપોરે 1.45 વાગ્યે નાયબ મામલતદાર વી.વી.ડુંડ, નાયબ મામલતદાર હર્ષદ પરમાર, સસ્તા અનાજની દુકાનના સંચાલકો હસુ, અપ્પી અને પરાગ મહેફિલ જમાવીને બેઠા હતા, એ વખતે જ ડુંડની પ્રેમિકા ત્યાં પહોંચી હતી અને પોતાના મોબાઇલમાં સમગ્ર ઘટનાનું શૂટિંગ કર્યું હતું. મહિલા એવો પણ આક્ષેપ કરતી હતી કે, કચેરીમાં દરરોજ દારૂની મહેફિલ મંડાય છે અને એ દિવસે પણ બપોરે પાંચેય ડુંડ સહિતના શખ્સ મહેફિલ માણી રહ્યા હતા. મહિલાએ કચેરીના તમામ કબાટ અને ટેબલના ખાના ખોલાવ્યા હતા અને તેમાંથી બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.

રજા ઉપર ઊતરી ગયા મામલતદાર ડુંડ
દશ દિવસ પૂર્વે બનેલી આ ઘટનાને દબાવવા માટે ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા હોય તેમ આ મામલો જાહેર થાય નહીં તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તા.11ને શુક્રવારના ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિદ્ધ થતાં સરકારી અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહેલા વાંકાનેરના મામલતદાર એ.બી.પરમારે જણાવ્યું હતું કે, ઘટના તા.1ના બની હતી અને તે દિવસથી જ નાયબ મામલતદાર ડુંડ કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર રજા પર ઉતરી ગયા છે અને તેનો સંપર્ક થતો નથી, નાયબ મામલતદાર ડુંડ અને પરમારના નિવેદનો હજુ સુધી લઇ શકાયા નથી, પરંતુ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો હોય શુક્રવારે વચગાળાનો રિપોર્ટ રજૂ કરી દેવાયો છે, અને મહેફિલ દારૂની હતી કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ જે બન્યું તે કચેરીમાં જ બન્યું છે અને ત્રાહિત મહિલાએ કચેરીના તમામ કબાટો તેમજ ટેબલના ખાના ફંફોળ્યા હતા અને ઉપરોક્ત બંને અધિકારીઓ તે તમાશો જોતા હતા જે બાબત પણ ગંભીર છે. આ મામલામાં કલેક્ટર દ્વારા બંને અધિકારીઓ સામે ફરજ મોકૂફીના પગલાં લેવામાં આવશે તેવા એંધાણો વર્તાઇ રહ્યા છે.

કચેરીમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી ગોરખધંધા થતા’તા
અનેક સરકારી કચેરીમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે જેથી અધિકારીઓ અને અરજદારો દ્વાર થતી તમામ હરકતો કેમેરામાં કેદ થઇ જાય અને તેનાથી અનેક રીતે અધિકારીઓ અને અરજદારો પર દબાણ પણ રહે છે. વાંકાનેર મામલતદાર કચેરીમાં જ્યાં મહેફિલ મંડાઇ હતી તે કચેરીમાં સીસીટીવી કેમેરા નથી, કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કચેરીમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી ઉપરોક્ત અધિકારી સહિતના કેટલાક કર્મચારીઓ મહેફિલ ઉપરાંત અનેક ગોરખધંધા કરતા હતા અને આવા કરતૂતો જાણે રોજિંદી પ્રક્રિયા બની ગઇ હતી, પરંતુ નાયબ મામલતદાર ડુંડની પ્રેમિકાએ તમામ કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો.

નાયબ મામલતદાર ડુંડે ગાળો દઇ ચારિત્ર પર આક્ષેપ કરતાં મહિલાએ ધમાલ કરી
મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, નાયબ મામલતદાર ડુંડ સાથે પંદર વર્ષથી અંગત સંબંધ ધરાવે છે, પરંતુ કેટલાક સમયથી ડુંડે અન્ય મહિલાઓ પર ડ્હોળો નાખ્યો હતો અને દરરોજ દારૂ પી ગાળો ભાંડતો હતો, એટલું જ નહીં થોડા દિવસો પૂર્વે નાયબ મામલતદાર ડુંડે મહિલાને ફોન કરી તેના માતા પિતાને ગાળો ભાંડી હતી અને મહિલાના ચારિત્ર પર પણ આક્ષેપ કરતાં ડુંડના ચારિત્રને લોકો સમક્ષ જાહેર કરવા પોતાને આ કૃત્ય કરવાની ફરજ પડી હતી.

X
મામલતદાર ડુંડની તસવીરમામલતદાર ડુંડની તસવીર
નાયબ મામલતદાર વી.વી. ડૂંડ, નાયબ મામલતદાર પરમાર તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો.નાયબ મામલતદાર વી.વી. ડૂંડ, નાયબ મામલતદાર પરમાર તેમજ સસ્તા અનાજની દુકાનના સંચાલકો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી