રાજકોટ / કોંગ્રેસે હેલમેટ પહેરી અને ખાડામાં સૂઈને વિરોધ કર્યો, ચક્કાજામ કરતાં પોલીસે 125 કાર્યકરોની અટકાયત કરી

ખાડામાં સૂઈને વિરોધ કર્યો
in 18 vord congress protest again road in rajkots
in 18 vord congress protest again road in rajkots
in 18 vord congress protest again road in rajkots
લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો
લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો

  • શહેરમાં 51 કરોડનાં રસ્તા વરસાદનાં કારણે તુટી ગયા
  • તમામ સોસાયટીના રોડ-રસ્તાની બિસ્માર હાલત
  • કોંગ્રેસે સરકાર વિરૂદ્ધ હાય હાયના નારા લગાવ્યા

Divyabhaskar.com

Sep 14, 2019, 07:56 PM IST

રાજકોટ:શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ ઠેર-ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે 3 મહિના બાદ જાગેલી કોંગ્રેસે આજે શહેરના દરેક વોર્ડમાં કોંગ્રેસે હેલમેટ પહેલી યજ્ઞ કરી સત્તાધારી પક્ષને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાથના કરી હતી. આ સાથે જ ચક્કાજામ કરી કોંગ્રેસનાં કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતાં. જેથી પોલીસે ટીંગાટોળી કરીને 125 કાર્યકરોની અટકાયત કરી હતી.

યજ્ઞમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા
રાજકોટમાં 51 કરોડના રસ્તા વરસાદના કારણે તુટી ગયા છે. શહેરની તમામ સોસાયટીના રસ્તાની બિસ્માર હાલત જોવા મળી રહી છે. આ સાથે જ શહેરમાં રોચાળો અને સરકારની અણઆવડતના કારણે પ્રજાને થતી મુશ્કેલીને લઈને કોંગ્રેસમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી કોગ્રેસે આજે દરેક વોર્ડમાં યજ્ઞ કરી મનપાને ભગવાન સદ્દબુદ્ધિ આપે તેવી પ્રાથના કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, કોંગી કોર્પોરેટ સહિતના કાર્યકરો જોડાયા હતા.તના કાર્યકરો જોડાયા હતા.

કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી
શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રવિણભાઇ રાઠોડ, યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, એન.એસ યુ આઈ પ્રમુખ રોહિતસિંહ ડોડીયા, વોર્ડ પ્રમુખ કેતન જરીયા, પૂર્વ આઈટીસેલ પ્રમુખ ભાર્ગવ પઢીયાર, ગોપાલ બોરાણા, કિશોરસિંહ જાડેજા, અભી તલાટીયા, રણજીત મુંધવા, ગુલામ મોહયુદીન નવાબ, દુરૈયાબેન, નાગજીભાઈ વિરાણી, રણજીત રાઠોડ સહિતના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.તો બીજી તરફ ખાડાઓના મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ચક્કાજામના કાર્યક્રમો આપ્યા હતાં. ત્યારે ફરજ પરના પોલીસ અધિકારીએ મેટાડોરમાં સેલ્ફ ડ્રાઇવ કરીને ટોળામાંથી વાહન હંકારી અને લાઠીચાર્જ વગર અહીંસક રીતે રસ્તો ખુલ્લો કરાવી નવતર પ્રયોગ કર્યો હતો

તંત્રએ લોકોની પ્રાથમિક સમસ્યાઓનો તાત્કાલીક ધોરણે નિકાલ લાવવો જોઈએ-સાગઠીયા
મનપના વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયાએ મનપા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપના શાસકો અને મનપાના કમિશનરની અણઆવડતનાં કારણે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબ જ લાપરવાહી દાખવી છે. ભાજપના શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પબ્લીસીટી સ્ટંટ કરવામાં માહિર છે. આ સાથે જ કહ્યું કે તંત્રએ લોકોની પ્રાથમિક સમસ્યાઓનો તાત્લીક ધોરણે નિકાલ લાવવો જોઈએ. પ્રજાની સમસ્યાઓનો તાત્કાલિક હલ આવે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર વોર્ડ વાઈઝ ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશ્નરને સદબુદ્ધી આપે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

X
in 18 vord congress protest again road in rajkots
in 18 vord congress protest again road in rajkots
in 18 vord congress protest again road in rajkots
લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યોલોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી