રક્ષાબંધન / હેલ્મેટ વગરનાને પોલીસે રાખડી બાંધી, જેલમાં બહેનોએ ભાઇને રાખડી બાંધી, આંખમાંથી આસું સરી પડ્યા

હેલ્મેટ ન પહેરનાર ચાલકોના પોલીસે રાખડી બાંધી
હેલ્મેટ ન પહેરનાર ચાલકોના પોલીસે રાખડી બાંધી

  • ગોંડલમાં બાલાશ્રમમાં રક્ષાબંધનની ઉજવણી કરાઇ

Divyabhaskar.com

Aug 15, 2019, 02:48 PM IST

રાજકોટ: આજે રક્ષાબંધનનો તહેવાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા જેલ ખાતે કેદીઓની બહેનોએ રાખડી બાંધી ઉજવણી કરી હતી. આ પ્રસંગે બહોનોના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. બીજી તરફ રાજકોટમાં નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ટ્રાફિક ઝુંબેશના ભાગરૂપે હેલ્મેટ વગરના વાહનચાલકોને મહિલા ટ્રાફિક બ્રિગેડોએ રાખડી બાંધી ગાંધીગીર વ્યક્ત કરી હતી.

ગોંડલ બાલાશ્રમમાં ઉજવણી કરાઇ

ગોંડલ રોટરી ક્લબ દ્વારા જરૂરિયાત મંદોને સહાય આપવામાં હંમેશા અગ્રેસર હોય છે. ત્યારે ભાઈ-બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધનને આજે રોટરી ક્લબ દ્વારા ગોંડલ બલાશ્રમ ખાતે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. જેમાં બાલાશ્રમમાં રહેતી 23 જેટલી દીકરીઓ સાથે રોટરી પરિવારે રાખડી બાંધી હતી. આ પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી અને બાલાશ્રમની બહેનોને હેર પિનથી લઈ ચપ્પલ સુધીની ભેટ આપવામાં આવી હતી.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

X
હેલ્મેટ ન પહેરનાર ચાલકોના પોલીસે રાખડી બાંધીહેલ્મેટ ન પહેરનાર ચાલકોના પોલીસે રાખડી બાંધી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી