રાજકોટ / ASI-કોન્સ્ટેબલ રહસ્યમય મોત: કોઇની સાથે અત્યંત અંગત સંબંધ હોય તો જ અધિકારી હથિયાર તેના ઘરે મૂકે: નિવૃત્ત PI

મહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીર
મહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીર

  • જો હું તપાસનીશ અધિકારી તરીકે હોઉ તો સ્થળની મુલાકાત બાદ કહી દઉ કે આ બનાવનું ડિટેક્શન થશે કે નહીં

Divyabhaskar.com

Jul 14, 2019, 10:01 AM IST

રાજકોટ:શહેરમાં ચર્ચાનો સૌથી મોટો અને મહત્ત્વનો મુદ્દો હોય તો તે મહિલા ASI ખુશ્બુ કાનાબારની હત્યા અને પોલીસમેન રવિરાજસિંહ જાડેજાએ કરી લીધેલા આપઘાતનો છે. પરંતુ આ ઘટનામાં FSLની ક્યાંક ને ક્યાંક બેદરકારી તેમજ ASI વિવેક કુછડિયાની ભૂમિકા સંદર્ભે સવાલ ઊઠી રહ્યા છે.સમગ્ર મામલે 37 વર્ષનો અનુભવ ધરાવતા DCBના નિવૃત્ત PIએ દિવ્ય ભાસ્કર માટે ઈન્વેસ્ટિગેશન કરી શંકાસ્પદ મુદ્દાઓ ક્યા હોઇ શકે તેના તારણો આપ્યા છે. તેમનું કહેવું છે કે કોઇની સાથે અત્યંત અંગત સંબંધ હોય તો જ અધિકારી હથિયાર તેના ઘરે મૂકે અને જો હું તપાસનીશ અધિકારી તરીકે હોઉ તો સ્થળની મુલાકાત બાદ કહી દઉ કે આ બનાવનું ડિટેક્શન થશે કે નહીં.

ફોરેન્સિક પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
તપાસનીશ પોલીસ અધિકારી પાસે હાલના તબક્કે આ અંગે કોઇ જવાબ નથી કે કોઇ તારણ પણ નથી. એફએસએલ અને ફોરેન્સિક પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા અને ડીવાયએસપીના પ્રમોશન બાદ હાલ નિવૃત્ત જીવન ગાળતા ડી.એમ. વાઘેલા(દિગુભા વાઘેલા) પાસે આ ઘટનાનું જો તેઓ ઈન્વેસ્ટિગેશન કરતા હોય તો ક્યા મુદ્દા તેઓને શંકાસ્પદ લાગે તે અંગેની જાણકારી મેળવી. ડી.એમ. વાઘેલાએ કહ્યું કે, એએસઆઈ વિવેક કુછડિયા મહિલા એએસઆઈના ભાડાના ફ્લેટમાં પોતાની સર્વિસ પિસ્ટલ ભૂલી ગયા છે તે ગંભીર બાબત છે. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે, કોઇની સાથે અત્યંત અંગત સંબંધ હોય અને દરરોજની અવરજવર અથવા ત્યાં જ વધુ સમય રહેતા હોય તો જ પોલીસ અધિકારી પોતાને ફાળવવામાં આવેલું હથિયાર તેમના ઘરે મૂકે.

વિવેક કુછડિયાની પિસ્ટલ કબાટમાં પડી હોય અને તે ધ્યાન પર ન આવે તે અતિ ગંભીર વાત છે
પોલીસ ડિપાર્ટમેન્ટમાં 37 વર્ષ ફરજ બજાવનાર ડી.એમ. વાઘેલા વધુમાં કહે છે કે, જો આ ઘટનાનો હું તપાસનીશ અધિકારી હોઉં તો સ્થળ મુલાકાત બાદ તરત જ કહી દઉ કે આ બનાવનું ડિટેક્શન થશે કે નહીં, તેમજ એફએસએલની કામગીરી સંદર્ભે પણ તેઓએ કહ્યું હતું કે એફએસએલ એ જ્યાં ઘટના બની હોય ત્યાં તમામ બાબતોનું બારિકાઈથી નિરીક્ષણ કરવાનું હોય છે. એએસઆઈ વિવેક કુછડિયાની પિસ્ટલ કબાટમાં પડી હોય અને તે તેઓના ધ્યાન પર ન આવે તે અતિ ગંભીર બાબત કહી શકાય. આ મુદ્દો તપાસ માંગી લે તેવો છે અને તે અંગે ઝીણવટભરી તપાસ થવી જ જોઇએ.

પિસ્ટલ પણ એફએસએલમાં મોકલવી જ પડશે
જો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય તો તેમા જ્યાં સુધી ત્રીજી વ્યક્તિ સામેલ ન થાય ત્યાં સુધી આપઘાત કે હત્યા જેવી ઘટનાને પ્રેમીપંખીડાં અંજામ ન આપે. કારણ કે તે બે વ્યક્તિનો મામલો છે અને તે બંને વ્યક્તિ એકબીજાને અનહદ પ્રેમ કરે છે ત્યારે આ મુદ્દો પણ શંકા જન્માવે છે કે એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો. પરંતુ આવું કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ હોવું જોઇએ જે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી માટે એ કારણ જાણવું પણ જરૂરી છે. સામાન્ય કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે એક ન થવાની બીકે પ્રેમીપંખીડાંઓ સજોડે આપઘાત કરી લે છે પણ અહીં તેમને કોઇ રોકનાર ન હતું. બંને પાત્રો સ્વતંત્ર રહેતા હતા અને પોલીસ હોવાથી કોઇનો ડર પણ ન હતો તેથી આ કારણ અસ્થાને છે.
ફ્લેટમાંથી મળેલી એએસઆઈ વિવેક કુછડિયાની સરકારી પિસ્ટલ સંદર્ભે તેઓએ કહ્યું હતું કે, ભલે પોલીસે એ પિસ્ટલ જપ્ત કરી છે પરંતુ આ પિસ્ટલ પણ એફએસએલમાં મોકલવી જ પડશે. જે તપાસનો એક ભાગ છે.

પોલીસે બનાવ સ્થળ ફરતેના સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું
સિટી પોલીસની મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ગોળી ધરબાયેલી લાશ મળી આવવાના ચકચારી પ્રકરણને 3 દિવસ વીતવા છતાં પોલીસ હજુ બનાવના મૂળ કારણ સુધી પહોંચી શકી નથી. ત્યારે ચકચારી બનાવની તપાસ કરી રહેલી તાલુકા પોલીસે ઘટનાસ્થળની આસપાસનાં સીસીટીવી કેમેરા તપાસવા કવાયત હાથ ધરી છે. આ બનાવમાં શંકાના પરિઘમાં રહેલા અન્ય એક એએસઆઇ વિવેક કુછડિયાની ભૂમિકા અંગે પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જે સર્વિસ રિવોલ્વરમાંથી ફાયર થયા હતા. તે રિવોલ્વરમાંથી એફએસએલ દ્વારા ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યા હતાં જેનો રિપોર્ટ સોમવારે આવશે તેમ તાલુકા પોલીસમથકના પીઆઇ વી.એસ.વણઝારાએ જણાવ્યું છે.

X
મહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીરમહિલા એએસઆઇ ખુશ્બુ અને કોન્સ્ટેબલ રવિરાજસિંહની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી