તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Municipal Commissioner's Bungalow Was Disposed Of In The Waste Disposal Area, After Bhaskar's Investigation, The Owner Of The Pizza Restaurant Was Fined Rs.2000.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામેથી જ કચરાનો બારોબાર થતો હતો નિકાલ, ભાસ્કરની તપાસ બાદ પિત્ઝા રેસ્ટોરન્ટના માલિકને રૂ.2000નો દંડ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના યાજ્ઞિક રોડથી રૈયાધાર સુધી કચરો લઇ જતી રિક્ષાનો પીછો કર્યો
  • મનપાને જાણ કરી ડમ્પિંગ અટકાવી કચરો ફરી રેસ્ટોરન્ટને સોંપ્યો
  • કચરો ઠાલવવાનું ષડ્યંત્ર બહાર આવતા મનપાના અધિકારીએ આદેશ કર્યો કે, હવે રોજ ટિપરવાન કચરો લેશે

રાજકોટઃ મનપા શહેરમાં સોલિડ વેસ્ટની સજ્જડ કામગીરીના વખાણ કરે છે. પણ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનરના બંગલાની સામેની જ રેસ્ટોરન્ટમાંથી નિયમિત રીતે કચરો ન ઉઠાવાતા રેસ્ટોરન્ટધારકો પૈસા આપી ખુલ્લી જગ્યાએ બારોબાર નિકાલ કરાવતા હોવાનું દિવ્ય ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે. તેથી રેસ્ટોરન્ટના માલિકને રૂપિયા 2000નો દંડ ફટકારાયો અને ટિપરવાન નિયમિત કરવા આદેશ અપાયો છે.

એંઠવાડ ભરીને રિક્ષા નીકળી હતી
શહેરના યાજ્ઞિક રોડ પરથી બપોરે 3 કલાકે કાળી બેગમાં એંઠવાડ ભરીને રિક્ષા નીકળી હતી. દિવ્ય ભાસ્કરે તપાસ કરતા નાકરાવાડીને બદલે બીજે ક્યાંક નિકાલ થયાનું જાણવા મળ્યું હતું. ભાસ્કરે આ રિક્ષાનો પીછો કરતા રૈયા ગામમાં પહોંચ્યા હતા. જેથી વેસ્ટ ઝોનના પર્યાવરણ ઈજનેર ડી.યુ. તુવરને જાણ કરી માહિતી આપી હતી અને તેમણે સ્ટાફ મોકલ્યો હતો. આ દરમિયાન રિક્ષા રૈયાધાર પહોંચી હતી અને કચરો ફેંકે તે પહેલાં જ અટકાવ્યો હતો. અધિકારીઓ રિક્ષાચાલકને સ્થળ પર જ દંડ કરતા હતા પણ ભાસ્કરે એવો આગ્રહ કર્યો કે, આ સમસ્યાના મૂળ સુધી પહોંચાય તો જ હલ મળશે. જેથી રિક્ષાચાલક ક્યાંથી ક્યાંથી લાવ્યો તે પૂછ્યું હતું પણ તેને રેસ્ટોરન્ટનું નામ ન યાદ હોવાથી સ્થળ બતાવવા માન્યો હતો.

સમયસર પહોંચી કચરો ઉપાડવા સૂચન
રૈયાધારથી નીકળી રિક્ષા સીધી મ્યુનિસિપલ કમિશનરના બંગલાની સામે આવેલા લા પિનોઝ પિત્ઝાએ ઊભી રહી હતી. સામે જ કમિશનરનો બંગલો હોવાથી કર્મચારીઓ ડઘાઈ ગયા હતા અને ઉપરીઓને જાણ કરી દીધી હતી. રિક્ષાચાલકે ફરી કચરો રેસ્ટોરન્ટ પાસે મૂકી દીધો હતો તેવામાં રેસ્ટોરન્ટના માલિક બહાર આવતા મનપાના અધિકારીઓએ કચરાનો ગેરકાયદે નિકાલ કરવા બદલ 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ સમયે રેસ્ટોરન્ટ માલિકે ટિપરવાન ન આવતી હોવાથી આ રીતે નિકાલ કરવો પડતો હોવાનું કહેતા નાયબ પર્યાવરણ ઈજનેરે કોન્ટ્રાક્ટરોને તતડાવ્યા હતા અને રેસ્ટોરન્ટ હોય ત્યાં રાત્રે 11 વાગ્યે પહોંચી કચરો ઉપાડી દેવા કડક સૂચના આપી હતી. દિવ્ય ભાસ્કરે બપોરે 3થી સાંજના 5 કલાક સુધી કરેલી તપાસમાં કચરાના નિકાલની સમસ્યા અને સમાધાન બંને મળ્યું હતું.

ટિપરવાનધારકે કચરો પૈસા લઈ ઉપાડ્યો
રેસ્ટોરન્ટમાંથી કઈ રીતે કચરો ઉપાડીને રિક્ષાચાલક મુકેશ અને તેની સાથે ગણપત અને વિશાલ નામના શખ્સો જઇ રહ્યા હતા. કચરો કઈ રીતે ઉપાડ્યો તેની પૂછપરછમાં વિશાલે જણાવ્યું કે, તે સવારે ટિપરવાનની ડ્યૂટીમાં હોય છે. રેસ્ટોરન્ટની બીજી બ્રાન્ચે અહીં કચરો હોવાનું કહેતા આ વિસ્તારમાં રાતની ડ્યૂટીમાં કામ કરતા ગણપતને જાણ કરી કચરો પૈસાથી ઉપાડી લેવા નક્કી કર્યું હતું અને મુકેશની રિક્ષા રોકી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો