રાજકોટ / મુકુંદ સ્વામીએ રાજકોટની મહિલાને વીડિયો કોલ કર્યો મેસેજમાં કહ્યું, ‘ક્યારેક મહારાષ્ટ્રનો સત્સંગ માણો’

મુકુંદસ્વામી અને મહિલા વચ્ચે FBમાં થયેલા મેસેજ.
મુકુંદસ્વામી અને મહિલા વચ્ચે FBમાં થયેલા મેસેજ.

  • ફરિયાદ કરવા મહિલાઓ પહોંચી, મળવા ન દેવાતા ખોટા સાધુને કાઢોના સૂત્રોચ્ચાર
  • મુકુંદસ્વામીએ સત્સંગી મહિલાને FB પર પૂછ્યું તમે ક્યા પક્ષ સાથે જોડાયેલા છો?
  • સત્સંગી મહિલા - આ FB તમને નો શોભે, સાધુ તો ભજનમાં શોભે

Divyabhaskar.com

Dec 05, 2019, 07:57 AM IST

રાજકોટઃ 5 નવેમ્બર, 2019ના રોજ રાજકોટની સત્સંગી મહિલાને પોતાના ફેસબુક આઈડી ઉપર પોતાને વડતાલના ગણાવતા મુકુંદસ્વામી વીડિયો કોલ કરે છે. મહિલા વીડિયો કોલ રિસીવ નથી કરતી તો સ્વામી તેણે ફેસબુક મેસેન્જરમાંથી મેસેજ કરે છે અને સારું થયું તમે મળ્યા, ગુજરાતમાં સત્સંગ કરો છો તો ક્યારેક મહારાષ્ટ્રમાં પણ સત્સંગનો લાભ લો એવી વાતો કરે છે. જવાબમાં સત્સંગી મહિલા મુકુંદસ્વામીને સંતો ફેસબુક ન વાપરે, સંતોએ જ્યારે સંસાર ત્યાગી દીધો હોય તો તેણે સ્ત્રીધનનો પણ ત્યાગ કર્યો હોય તો આપ શા માટે મને વીડિયો કોલ કરો છો અને મારા ફોટા મને મેસેજમાં મોકલો છો. આ સમગ્ર બાબતને લઈને રાજકોટની 40થી વધુ મહિલામાં ભારે રોષ પ્રવર્તી રહ્યો હતો, ત્યાં વડતાલના પીઠાધીશ્વર રાકેશપ્રસાદજી મહારાજ રાજકોટ પધાર્યા એટલે આ મહિલાઓ તેમને આ બાબતની ફરિયાદ કરવા ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે પહોંચી. મહિલાઓને આચાર્ય રાકેશપ્રસાદજી પાસે તો જવા ન દીધી.

દિવ્ય ભાસ્કરે શોધી કાઢ્યા મુકુંદસ્વામીએ મહિલાને કરેલા મેસેજ

મુકુંદસ્વામી: જય સ્વામિનારાયણ (પછી તુરંત જ મહિલાને વીડિયો કોલ કરે છે)
સત્સંગી મહિલા: કોલ નહીં કરવાનો હો..
મુકુંદસ્વામી: સોરી.....સોરી....ભૂલથી લાગી ગયો કોલ, હવે નહીં લગાવું
સત્સંગી મહિલા: તમે સ્વામી છો? ક્યા મંદિરના?
મુકુંદસ્વામી: હા, વડતાલ, મારે કોઈ સાથે કશું લેવા દેવા નથી
સત્સંગી મહિલા: તો સ્વામી હોય એને પહેલા FB નો યુઝ કરવાનું હોય, એ ખબર છે?
મુકુંદસ્વામી: મારો ભગવાન મને સૂવાડે છે, જગાડે છે
સત્સંગી મહિલા: ફેસબુક યુઝ કરવું હતું તો સંસારમાં રહેવાય ને?
મુકુંદસ્વામી: તમારા બોલવાથી એવું લાગે છે તમે જૂના પક્ષના છો.
સત્સંગી મહિલા: આ FB તમને નો શોભે, સાધુ તો ભજનમાં શોભે
મુકુંદસ્વામી: કઈ રીતે? મારા FBમાંથી ઘણા લોકો મળ્યા, મારા કામ પણ થયા છે, એ લોકો મંદિરે જતા થયા તો એમાં ખોટું શું છે?
સત્સંગી મહિલા: તમારે શું કામ હોય, તમારે તો ભજન કરવાના હોય
મુકુંદસ્વામી: તમે મહારાષ્ટ્રમાં આવ્યા છો? તમે ગુજરાતનો સત્સંગ જુઓ છો ક્યારેક મહારાષ્ટ્રનો જુઓ તો ખબર પડે સત્સંગ કેમ થાય
સત્સંગી મહિલા: સત્સંગી જીવનમાં સાધુના નિયમ વાંચી લેજો
મુકુંદસ્વામી: તું જો તો ખબર પડે કે સત્સંગ કેમ થાય
સત્સંગી મહિલા: તુકારો નહીં દેવાનો, સભ્યતાથી બોલો
મુકુંદસ્વામી: સભ્યતા છે હજી, એટલે વાત કરીએ છીએ.
સત્સંગી મહિલા: જે FBને એવું યુઝ કરતા હોય એને સ્વામિનારાયણના સાધુ જ ન કહેવાય પેલા તો.
મુકુંદસ્વામી: હા જી, તમે એક કામ કરશો, સારું થયું તમે મળ્યા, મહારાષ્ટ્રમાં જજો એકવાર ત્યાં સત્સંગ કેવો થાય જોજો.
(સત્સંગી મહિલા થોડી વાર જવાબ નથી દેતા)
મુકુંદસ્વામી: શું જી, શું થયું, સોરી, બાય જય સ્વામિનારાયણ
સત્સંગી મહિલા: FBમાં તો ન જોવાનું બધુય આવતું હોય
મુકુંદસ્વામી: શું
સત્સંગી મહિલા: FB ના યુઝ કરવાનું હોય સ્વામી આવું બધું FB યુઝ કરવું હોય તો ભગવા ઉતારી સંસારમાં રહો તો શું, આવું સ્વામી હોય એને નો શોભે
મુકુંદસ્વામી: પણ તમે કેમ આટલી ચિંતા કરો છો?
સત્સંગી મહિલા: મહારાજ પણ દુઃખી થતા હશે કે મારા સાધુ આવા?
મુકુંદસ્વામી: એમ, મને તો કીધું પણ નહીં કે મને દુઃખ થાય છે, તમારા ઘરેથી શું કરે બેન
સત્સંગી મહિલા: સાધુને કોઈ બેન કે કોઈ હોય જ નહીં સમજો
મુકુંદસ્વામી: તમારા ઘરેથી કોઈનો નંબર આપશોજી
સત્સંગી મહિલા: કેમ? નંબર શું કામ છે બોલો
મુકુંદસ્વામી: કામ છે, નંબર આપો પછી.
સત્સંગી મહિલા: આવા સાધુ નો જોયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે આવા FBને બધું યુઝ કરતા હોય.
મુકુંદસ્વામી: તો કેવા જોઇયે, લૂંટવાવાળા, ખોટું બોલવાવાળા
સત્સંગી મહિલા: ભજન કરે, ભગવાન સિવાય એને બીજું કોઈ ન હોય એવા મારા સ્વામિનારાયણ ભગવાનના સાધુ હોય, નહીં કે આવા FB યુઝ કરે અને બહેનો સાથે વાતું કરે એવા.
મુકુંદસ્વામી: બહેનોએ પહેલા ચાલુ કર્યું, ઓકે, બાય, જય સ્વામિનારાયણ
સત્સંગી મહિલા: શું બહેનોએ ચાલુ કર્યું હે..
મુકુંદસ્વામી: સોરી, બાય
સત્સંગી મહિલા: સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો બહેનોનો ફોટો જોવાય તોય ઉપવાસ કરવો પડે, ને તમે તો અમારા પિક્ચર્સ જોવો છો હે. શરમ કરો હવે
મુકુંદસ્વામી: તમે બહુ કર્યું હવે, માફ કરો
સત્સંગી મહિલા: મારા પિક્સ કેમ લીધા બોલો તો પેલા
મુકુંદસ્વામી: એક વાત પૂછું, તમને બતાવવા
સત્સંગી મહિલા: કોઈના પિક્સ લેવાનો કોઈને અધિકાર નથી
મુકુંદસ્વામી: ક્યા પક્ષમાં છો તમે
સત્સંગી મહિલા: હું કોઈ પક્ષમાં નથી હું ગુરુકુળ પણ જાઉ છું
મુકુંદસ્વામી: તમે કીધું નહીં, ક્યા ગુરુકુળમાં જાવ છો
સત્સંગી મહિલા: હવે તમારે જવાબ જોઈએ છે ને, હું એવો જવાબ આપીશ કે સંપ્રદાય યાદ કરશે.

ભૂપેન્દ્ર રોડ મંદિરે પણ હોબાળો
ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે બુધવારે મહોત્સવ ચાલી રહ્યો હોય મોટી સંખ્યામાં મહિલાઓ આ મામલે રજૂઆત કરવા પહોંચી હતી અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો એ દરમિયાન અમુક સેવકો પણ આવી ગયા હતા અને આ મહિલાઓને સમજાવવા લાગ્યા હતા એ દરમિયાન દર્શન કરી રહેલી મહિલાઓ નારાજ થઈ હતી.

  • અહીં કોઈ મુકુંદસ્વામી નથી. આજે અમુક મહિલાઓ આવી હતી. બાકી કોઈ વિવાદ થયો નથી - રાધારમણ સ્વામી, ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર
  • વડતાલમાં આવા કોઈ સ્વામી નથી અને અમારે આ નામના સ્વામી સાથે કોઈ કનેકશન નથી - શ્યામસ્વામી, વડતાલ
X
મુકુંદસ્વામી અને મહિલા વચ્ચે FBમાં થયેલા મેસેજ.મુકુંદસ્વામી અને મહિલા વચ્ચે FBમાં થયેલા મેસેજ.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી