તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરીને મજબૂત બનાવવા માતાઓનું અભિયાન, શેરી વર્ગથી સમસ્યાનું સમાધાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાઓએ શેરી વર્ગોની શરૂઆત કરી - Divya Bhaskar
માતાઓએ શેરી વર્ગોની શરૂઆત કરી
  • વી આર વન ગ્રૂપ નામની મહિલાઓનો નવતર અભિગમ, 20 હજારથી વધુ બહેનો જોડાઈ
  • મહિલાઓ પોતાને મૂંઝવતી સમસ્યા ખુલ્લા મને જણાવે છે
  • મહિલાઓને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે

રાજકોટઃ તાજેતરમાં બળાત્કારની અનેક ઘટનાઓ બની. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થયો ત્યારે રાજકોટમાં વી આર વન નામના કાર્યરત મહિલાઓના ગ્રૂપે સમાજની દરેક દીકરીને મજબૂત બનાવવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. જેમાં 20 હજારથી વધુ મહિલાઓ જોડાઈ છે. પરિવાર, દીકરીની તમામ સમસ્યા જાણી શકાય તે માટે શહેરની દરેક સોસાયટીમાં શેરી વર્ગ શરૂ કર્યા છે અને એકબીજા સાથે વાતચીત કરીને સમસ્યાનું સમાધાન લાવે છે. દરેક બહેનો ખુદ પોતાના અનુભવ એકબીજા સાથે શેર કરે છે અને કોઇ પણ પરિસ્થિતિમાં કેવી રીતે પાર પડવું તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. મહિલાઓ આજના સમય મુજબ દરેક સાથે કદમ મિલાવી શકે તે માટે બેન્કિંગ કામકાજ કેમ કરવું, પરિવારને કેવી રીતે આર્થિક રીતે મદદરૂપ બની શકાય તે તમામ બાબતોની ટ્રેનિંગ અપાય છે.

મહિલાઓએ  શપથ લીધા, સારી મા બનશે 
દીકરી જ્યારે માતાને મિત્ર માનવા લાગી છે ત્યારે મહિલાઓએ પણ પોતે સારી માતા બનશે તેવા શપથ લીધા છે. હવે માતાઓ પણ દીકરી સાથે ખાસ સમય ફાળવે છે. જેને કારણે તેઓ વધુને વધુ નજીક આવે અને બીજાની દીકરીની સમસ્યાનું સમાધાન પણ મળી શકે. 

દીકરી પોતાની દરેક વાતો માતાને કહેવા લાગી 
વી આર વન મહિલા ગ્રૂપે E અભિયાન શરૂ કર્યાની તરત જ અસર આવી છે. સોસાયટીમાં રહેતી બહેનો અેકબીજા સાથે પારિવારિક ભાવના સાથે રહેવા લાગી છે. દીકરી પોતાની માતાની નજીક આવી છે અને શાળા કે કોલેજે જતી દીકરી પહેલા માતા સાથે કોઈ વાતચીત નહોતી કરતી હવે બધી જ વાતો શેર કરવા લાગી છે. આ ઉપરાંત અનેક કિસ્સામાં તો એવું બન્યું છે કે સાસુ વહુ માટે મા બની ગઈ તો નણંદ ભાભીને નણંદના રૂપમાં બહેન મળી. પરિણામ સ્વરૂપ ભાવિ પેઢીમાં અત્યારથી પરિવારની ભાવના ઊભી થઈ છે.  - શર્મિલાબેન બાંભણિયા, પ્રમુખ વી આર વન ગ્રૂપ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

વધુ વાંચો