તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીજીવીસીએલના ઈજનેરની બદલીના વિરોધમાં 100થી વધુ કર્મીઓની હડતાળ, કચેરીમાં જ રામધૂન બોલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા - Divya Bhaskar
વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા
  • CMના કાર્યક્રમમાં વીજળી ગુલ થતા ઈજનેરની અંજાર બદલી કરવા મામલે જીબિયાનું અધિક્ષક ઈજનેરને આવેદન

રાજકોટઃ રાજકોટ શહેરમાં મંગળવારે મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ગણતરીની કલાકો માટે વીજ પુરવઠો ખોરવાઈ જતા પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ.એમ.ગોહેલને સજારૂપ રાજકોટથી અંજાર બદલી કરવાના નિર્ણય સામે જીઈબી એન્જિનિયર્સ એસોસિએશને વિરોધ કર્યો છે. શહેર વર્તુળ કચેરી ખાતે 100 જેટલા ઈજનેરોએ સવારથી હડતાળ પાડી દેતા વીજકંપનીની વહીવટી કામગીરી ખોરવાઈ હતી.અને જ્યાં સુધી નાયબ ઇજનેરની બદલીનો હુકમ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી જીબિયાએ બેમુદતી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. બુધવારે કોર્પોરેટ ઓફિસ ખાતે એન્જિનિયરોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અધિક્ષક ઈજનેરને આવેદન આપ્યું હતું.

ઓર્ડર રદ કરવા માગ
અધિક્ષક ઇજનેરને અપાયેલા આવેદનમાં જણાવાવામાં આવ્યું છે કે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મુખ્યમંત્રીના કાર્યક્રમ સમયે 11 કે.વી. કસ્તુરી ફીડરમાં લાઇટિંગ એરેસ્ટર ફાટતા ફીડર આશરે 4થી 5 સેકન્ડ માટે બંધ થયેલ હતું અને તે દરમિયાન તુરંત નિયમ મુજબ જનરેટર ઉપર પાવર લઇ લેવામાં આવેલ. સભામાં આના કારણે કોઇ વિક્ષેપ પડેલ ન હતો. નેટવર્ક ખુલ્લું હોય ટ્રીપિંગ આવવાની શક્યતાઓ ખૂબ રહેતી હોય અને તે આપણા હાથની વાત પણ નથી અને તેથી જ તો જનરેટર સેટ અવશ્ય રાખવામાં આવે છે. નાયબ ઇજનેર HT-3 સબ ડિવિઝનના એમ.એમ.ગોહેલનો આ બાબતે કોઇ વાંક ન હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસર્યા વગર રાજકોટથી અંજાર બદલી કરવામાં આવેલ છે તેનો જીબિયાએ વિરોધ કરી આ ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવા માગણી કરવામાં આવી છે. 

બદલી રદ નહીં ત્યાં સુધી આંદોલનો કરશે
ગોહેલ વર્ષોથી અડધા સ્ટાફથી સબ ડિવિઝન ચલાવે છે. જીબિયા દ્વારા પણ અવારનવાર પૂરતો સ્ટાફ તમામ સબ ડિવિઝનોમાં મળી રહે – સબ ડિવિઝનની બાયફરકેશન – ડિવિઝન સ્ટોર, ટીએમએસ – 3 વગેરે માટે રજૂઆતો કરવામાં આવેલ છે, પરંતુ પરિણામ મળતું નથી. ગોહેલનો બદલીનો ઓર્ડર રદ નહીં થાય ત્યાં સુધી શહેર વર્તુળ કચેરીના તમામ ઇજનેરો શહેર વર્તુળ કચેરી પાસે રામધૂન બોલાવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરાશે. 

વીજકંપની કૌભાંડી ઈજનેરોને છાવરે, નિર્દોષને સજા ફટકારે
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગણતરીની સેકન્ડ માટે વીજ પુરવઠો ખોરવાતા વીજકંપનીના મેનેજમેન્ટે આ વિસ્તારના સબ ડિવિઝનના નાયબ ઈજનેરની તાત્કાલિક અસરથી અંજાર બદલી કરી દીધી છે, પરંતુ વીજકંપનીના જ કેટલાય ઈજનેર લાખો-કરોડોના કૌભાંડો આચરે છે ત્યારે આ પ્રકારના કડક પગલાં લેવામાં પીજીવીસીએલ વામણું પુરવાર થાય છે. એકબાજુ પારડી સબ ડિવિઝનના બંને લાઈન કૌભાંડમાં નાયબ ઈજનેર અને જુનિયર ઈજનેર સામે પગલાં લેવામાં વીજકંપની મુહૂર્ત જોઈ રહી છે અને બીજી બાજુ નિર્દોષ ઈજનેરોની ધડાધડ બદલીઓ કરાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો