370 કો યે લોગ ક્યા જાને, અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે: મોરારિ બાપુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમિતભાઇ સરસ જવાબ આપે છે કે કોઇની ઐસી કી તૈસી
  • મને ગમે આમ આપણે કંઇ કોઇના પક્ષની સાથે કાઇ લેવા દેવા નથી
  • અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે

રાજકોટ: વીરપુરમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે. બાપુએ કથામાં દેશના ગૃહમંત્રી અમતિભાઇ શાહ વિશે પ્રશંસા કરી હતી. પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આપણા ગૃહમંત્રી બોવા સારા છે, શેર બોલી જવાબ આપે છે કે 370 કો યે લોગ ક્યા જાને, એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. અમિત શાહના અમુક નિર્ણયોમાં મને સરદાર પટેલની દ્રઢતાના દર્શન થાય છે. સરદારની યાદ અમિતભાઇ અપાવે છે. મોરારિ બાપુના આ નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
         
ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા 
મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, ‘ઇસ રાજ કો ક્યાં જાને સાહિલ કે તમાશાય’ લોકસભામાં આ એક વખત આ શેર બોલાયેલો. હમણાં જ કોઇકે તાજો લોકસભામાં આ શેરનું ઉચ્ચારણ અમિતભાઇ શાહે કર્યું હતું, આપણા ગૃહમંત્રીએ. આ શેર તેઓ સરસ બોલ્યા હતા, તેમણે ઘા કર્યો હતો. ઇસ રાજ કો ક્યાં જાને..370 યે લોગ ક્યાં જાને. જવાબ બોવ સારા આપે છે હો આપણા અમિતભાઇ. એવા સરસ જવાબ આપે છે કે કોઇ ઐસી કી તૈસી. હા એક ઇંચ પણ અમે પાછા નથી પડવાના. તેણે જે જવાબો આપ્યા છે તે સાંભળવું જ પડશે તમારે. સાંભળવું જ પડેશે અમને હિન્દુસ્તાને ચૂંટીને મોકલ્યા છે. મને ગમે આમ આપણે કંઇ કોઇના પક્ષની સાથે કાઇ લેવા દેવા નથી. પક્ષાપક્ષ હોય ત્યાં પરમેશ્વર જ ન હોય આપણે તો પરમેશ્વર માટે નીકળ્યા છીએ. આપણે શું લેવા દેવા, પ્રમાણિક અંતર બધાની સાથે. પણ ગમે એનો ગુલાલ કરવો જોઇએ એવું સાઇ મકરંદ શીખવી ગયા છે.

અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે
રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માંધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે આજે બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે પધાર્યા હતા. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને સરદાર પટેલ જેવું લાગે છે. મને એવું લાગે છે કે, અમિત શાહ સરદાર પટેલના રસ્તે ચાલી રહ્યા છે. દેશનું હિત થઇ રહ્યું છે. ગમે તે થાય રાષ્ટ્રનું હિત થવું જોઇએ. રાજવીઓ આજે પણ અમને યાદ કરે છે. લોકોમાં દાદા મનોહરસિંહ જાડેજાનું અલગ જ સ્થાન હતું. રાજાશાહી નથી રહી પરંતુ ખાનદાની નથી ગઇ. 
 

(કિશન મોરબીયા, વીરપુર)

અન્ય સમાચારો પણ છે...