તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર ચેતવણીને લગતા બોર્ડ મૂકવા માટે મનપા પોલિસી બનાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ મ્યુનિ. કમિશનરે શહેરમાં મૂકવામાં આવેલા તમામ બોર્ડનું લખાણ વોર્ડ ઈન્સ્પેક્ટર પાસે ચેક કરાવ્યું

રાજકોટઃ કચરો ફેંકનાર સામે આઇપીસી કલમ 376 એટલે કે દુષ્કર્મના ગુના હેઠળ મહાનગરપાલિકા કાર્યવાહી કરશે તેવા બોર્ડ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ આ પ્રકારની ભૂલ શહેરમાં અન્ય કોઇ સ્થળે છે કે નહીં તે ચેક કરવા આદેશ કર્યો હતો. જેના પગલે શહેરમાં મૂકેલા તમામ બોર્ડ ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોર્ડ મૂકવા અંગે પોલિસી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

મનપાએ પોલિસી તૈયાર કરવા આદેશ આપ્યાં
દૂધની ડેરી પાસે જાહેર શૌચાલય બહાર લોકો કચરો નાખતા હોવાથી ત્યાં કચરો ન નાખવા અંગેનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, પરંતુ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરે બોર્ડ બનાવવામાં બેદરકારી રાખી જીપીએમસી એક્ટ 376 લખવાના બદલે આઇપીસી કલમ 376 લખી નાખ્યું હતું. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થાય બાદ મનપાએ આ ભૂલ સુધારી લીધી છે. સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને શહેરમાં જે સ્થળે આ પ્રકારના બોર્ડ મુક્યા હોય તે બોર્ડનું લખાણ ચેક કરવા આદેશ કર્યો હતો. જેના પગલે તમામ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરે જે સ્થળે બોર્ડ હોય ત્યાં જઇ લખાણ વાચ્યું હતું. જો કે તમામ સ્થળે બોર્ડમાં લખાણ બરોબર હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત શહેરમાં બોર્ડ મૂકવા માટે મનપા પાસે કોઇ પોલિસી નહીં હોવાથી એક પોલિસી તૈયાર કરવા આદેશ આપ્યો છે. બોર્ડ મૂકવાની પોલિસી તૈયાર થયા બાદ તે પ્રમાણે બોર્ડ મૂકવામાં આવશે.

કચરો ફેંકશો તો દુષ્કર્મનો ગુનો નોંધાશેનું બોર્ડ આ પ્રક્રિયાથી બનાવાયું હતું

 • વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરે લોકો કચરો વધુ નાખતા ત્યાં કેવા લખાણ સાથેનું બોર્ડ મૂકવું છે તેની વિગત સાથે નાયબ પર્યાવરણ ઇજનેરને પત્ર લખ્યો
 • નાયબ પર્યાવરણ ઇજનેરે બાંધકામ વિભાગના વડાને આ પત્ર મોકલી આપ્યો
 • બાંધકામ વિભાગના વડાએ વોર્ડના બાંધકામ શાખાના એન્જિનિયરને બોર્ડ બનાવવા સૂચના આપી
 • વોર્ડ એન્જિનિયરે નક્કી કરેલા કોટ્રાક્ટરને બોર્ડ બનાવવા સૂચના આપી
 • કોન્ટ્રાક્ટરે લખાણ સાથે બોર્ડ બનાવ્યું જેમાં પેઇન્ટરે જીપીએમસીના બદલે આઇપીસી કલમ લખી નાખી અને કોન્ટ્રાક્ટરે કંઇ જોયા વગર બોર્ડ લગાડી દીધું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો