સૌરાષ્ટ્રમાં મેઘાની અનબીટન ઇનિંગ, ક્યાંક અડધો તો ક્યાંક 5 ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
25 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં - Divya Bhaskar
25 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં
  • ભાદરવાની વિદાયની ઘડી અને આસોની દસ્તક, તોયે સૌરાષ્ટ્ર કચ્છના આકાશે છવાયો છે અષાઢી અંબર
  • જોડિયામાં પાંચ ઇંચ, જામનગર-ધ્રોલમાં એક, ઊના-ગીરગઢડામાં ત્રણ ઇંચ, રાજુલામાં અઢી અને ખાંભામાં બે ઇંચ

રાજકોટ, ભૂજ, ભાવનગર, જૂનાગઢઃ રાજ્યભરમાં ઓણસાલ મેઘાએ પૂરતી તૈયારી સાથે ઇનિંગ ખેલવાનું નક્કી કર્યું હોય તેમ ભાદરવો પૂર્ણ થવાને આરે પહોંચી ગયો છે અને આસો માસ દસ્તક દઇ રહ્યો છે ત્યારે વરસાદને વિરામ લેવાનું જાણે મન થતું નથી. હવામાન ખાતાએ કરેલી આગાહીને સાચી પાડવા વરસાદ તનતોડ મહેનત કરી રહ્યો હોય તેમ સૌરાષ્ટ્રની ધરતી પર અડધાથી પાંચ ઇંચ સુધી વહાલ વરસાવી દીધું છે. નવરાત્રી આવી રહી છે ત્યારે મેહુલિયાએ પણ માંડ્યો હોય રાસોત્સવ તેવો માહોલ રચાયો છે. જામનગરના જોડિયામાં ચાર જ  કલાકમાં પાંચ ઇંચ તો જામનગર અને ધ્રોલમાં એક ઇંચ પાણી વરસી ગયું છે તો રાજકોટમાં સવારથી જ મેઘાડંબર વચ્ચે હળવા ભારે ઝાપટાં વરસવાનું ચાલુ જ રહ્યું હતું અને માર્ગો સુકાયા ન હતા.

સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ
બીજી તરફ ભાવનગર પંથકમાં પણ અડધાથી બે ઇંચ સુધી પાણી પડી ગયું હતું. ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો તો વેરાવળ અને સુત્રાપાડામાં પણ એક ઇંચ પાણી વરસી ગયું હતું. જ્યારે પોરબંદરમાં દોઢ, રાણાવાવમાં સવા, કુતિયાણામાં દોઢ ઇંચ તેમજખાંભામાં 2 , જાફરાબાદમાં 1 , રાજુલામાં અઢી  તેમજ સાવરકુંડલામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત જૂનાગઢમાં સવા ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ, મેંદરડા અને માંગરોળમાં અડધો ઇંચ તેમજ માળિયા હાટીનામાં 1 ઇંચ પાણી વરસી ગયું હતું.ભાવનગરમાં અઢી ઇંચ સાથે  વાના અંતે ગોહિલવાડમાં અષાઢી માહોલ સર્જાયો જ્યારે ઘોઘા અને તળાજામાં પોણા બે ઇંચ અને મહુવામાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા ટાઢોડું છવાય

શાળામાં ફસાયેલા 25 બાળક, 2 શિક્ષકને સલામત સ્થળે ખસેડાયા
સુત્રાપાડા તાલુકાનાં  પ્રાંસલી ગામે આભ ફાટતાં 3 કલાકમાં 8 ઇંચ જેવો વરસાદ ગુરૂવારનાં રોજ ખાબકી ગયો હતો. ત્યારે ગામ આખું બેટમાં ફેરવાઇ ગયું હતું. તેવા સમયે શારદા સીમ શાળામાં બાળકો ભણતા હોય ત્યાં પણ વરસાદી પાણી ભરાઇ જતાં અને કોઝવે ન હોવાનાં કારણે પાણીનો વેગ વધી જતાં શાળામાં ફસાયેલા 25 બાળકો અને 2 શિક્ષકોને ગામ લોકો દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.