તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં સાદા માસ્કના રૂ.5ના 25, એન-95ના 100ના 350 વસૂલી મેડિકલ સંચાલકોની દાદાગીરી, પરત લેવાની પણ ના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટના અલગ અલગ મેડિકલ સ્ટોરમાં માસ્કના અલગ અલગ ભાવ જાણવા મળ્યા - Divya Bhaskar
રાજકોટના અલગ અલગ મેડિકલ સ્ટોરમાં માસ્કના અલગ અલગ ભાવ જાણવા મળ્યા
 • મહામારીને રોકવામાં મદદ કરવાના બદલે કેટલાક લેભાગુ વેપારીઓ માત્ર રૂપિયા કમાવવા માટે મેદાને પડ્યા છે
 • થર્મોમીટરની ડિમાન્ડ નીકળી, આઈ.આર. થર્મોમીટરના ભાવ રૂપિયા 2000 કરતા વધુ, કોઈએ નીતિનિયમ નેવે મૂક્યા તો કોઈ સેવા પણ કરી રહ્યું છે

રાજકોટ: રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં તેના કાળાબજાર થઈ રહ્યા છે. માસ્કની કિંમત 5 ગણી વધી ગઈ છે. શનિવારે દિવ્યભાસ્કરે કરેલા રિયાલિટી ચેકિંગમાં બહાર આવ્યું કે, જે સાદા માસ્ક પહેલા રૂ.5માં મળતા હતા તેના રૂ.25 વસૂલવામાં આવે છે. જ્યારે એન 95 માસ્ક કોરોના પહેલા રૂ.100માં મળતા હતા તેના હવે રૂ. 350 સુધી વસૂલવામાં આવે છે. બજારમાં માસ્કની કેટલી કિંમત વસૂલ કરવામાં આવે છે. તે જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ એસ્ટ્રોન ચોક, વિદ્યાનગર મેઈન રોડ પર સ્થિત મેડિકલ અને બસસ્ટેન્ડ પાછળ આવેલી સર્જિકલની દુકાને પહોંચી અને દુકાનદાર પાસે 100 નંગ માસ્ક માગ્યા. જેના જવાબમાં દુકાનદારે કહ્યું કે, બિલ મળશે નહીં અને એકવાર લઈ જશો તો પાછા રાખવામાં આવશે નહીં.

આરોગ્ય સમિતિની બેઠક, કોરોના પર ચર્ચા
રાજકોટ જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિની બેઠક તા.16ને સોમવારે સવારે 11 કલાકે મળનારી છે. આ બેઠકમાં હાલના કોરોના વાઇરસને લઈને ચર્ચાઓ થનાર છે. આરોગ્ય શાખા સમિતિના સભ્યો પાસે તમામ કાર્યવાહીનો સારાંશ રજૂ કરશે. આ ઉપરાંત આરોગ્ય શાખા હસ્તક આવતા આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અંગે ચર્ચા થશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

અલગ અલગ મેડિકલ સ્ટોરમાં અલગ અલગ ભાવ

વેસ્ટર્ન સર્જિકલ
ભાસ્કર: માસ્ક જોઇએ છે મળી જશે ?
દુકાનદાર: હા મળી જશે
ભાસ્કર: શું ભાવ છે.
દુકાનદાર: સાદા માસ્ક 12 રૂપિયા, એન 95ના ભાવ 160 રૂપિયા
ભાસ્કર: 100 નંગ જોઈએ છે, બિલ મળશે ?
દુકાનદાર: હાલ સ્ટોક નથી , બિલ મળી જશે.
ભાસ્કર: આઈ.આર. થર્મોમીટર છે
દુકાનદાર: સાદા થર્મોમીટર છે પણ આઈ.આર. થર્મોમીટર નથી.

વિકાસ ફાર્મસી
ભાસ્કર: માસ્ક જોઈએ છે મળશે
દુકાનદાર: હા મળી જશે
ભાસ્કર: શું ભાવ છે.
દુકાનદાર: 200થી રૂ. 350 સુધી
ભાસ્કર: કેમ અલગ અલગ ભાવ
દુકાનદાર: અલગ અલગ કંપનીના છે
ભાસ્કર: 100 નંગ જોઈએ છે, બિલ આપશો ને ?
દુકાનદાર: ના બિલ નહીં મળે, પાછા પણ નહીં રાખીએ
ભાસ્કર: કેમ બિલ નહીં આપો
દુકાનદાર: નાની ખરીદીમાં શું બિલ ?

એસ્ટ્રોન ચોકમાં રિદ્ધિ મેડિકલ
ભાસ્કર: માસ્ક જોઈએ છે મળશે?
જવાબ: હા, સાદા માસ્ક છે
ભાસ્કર: શું ભાવ છે?
જવાબ: 50 રૂપિયા
ભાસ્કર: કેમ આટલો બધો ભાવ ?
જવાબ: 60માં મળે છે આ તો સેવા કરવાની ભાવના છે એટલે રૂ.10 ઓછા રાખ્યા છે
ભાસ્કર: એન 95 માસ્ક છે?
જવાબ: ના, અમને પણ નથી મળતા, એટલે નથી
ભાસ્કર: બિલ મળશે ?
જવાબ: હા બિલ મળશે એમાં ચિંતા ના કરો


સેનિટાઈઝર અને થર્મોમીટરની ડિમાન્ડ નીકળી છે. સેનિટાઈઝરના ભાવ એમ.આર.પી. મુજબ વસૂલ કરવામાં આવે છે. સાદા થર્મોમીટર અને ડિજિટલ થર્મોમીટર મળી રહે છે, પણ ક્યાંય આઈ.આર. થર્મોમીટર મળતા નથી. મેડિકલના ધંધાર્થીના જણાવ્યાનુસાર આઇ.આર. થર્મોમીટરની સપ્લાય ઉપરથી જ બંધ છે અને હોલસેલમાં રૂ. 4000 સુધીના ભાવ વસૂલવામાં આવે છે.

સ્ટર્લિંગ સર્જિકલ અને વિકાસ મેડિકલમાં માસ્કના કાળાબજાર કરાતા હતા
જિલ્લા તોલમાપ અધિકારી જીગ્નેશ આડેસરાએ જણાવ્યું હતું કે, 13મીએ રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક, વિદ્યાનગર, એસ્ટ્રોન ચોક અને લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા 10 મેડિકલ સ્ટોરમાં નિરીક્ષકોની ટીમે ચેકિંગ કર્યું હતું. જેમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલા સ્ટર્લિંગ સર્જિકલ સેન્ટરમાં રૂ.900ના માસ્કનું પેકેટ રૂ.1150માં વેચી કાળાબજાર કરાતા હોય તેમની સામે એમઆરપી કરતા વધુ ભાવ લેવા બદલ પેકેજ કોમોડિટી રૂલ્સ મુજબ કાર્યવાહી કરી રૂ.2000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

સ્ટર્લિંગ સર્જિકલ
ભાસ્કર: માસ્ક રાખો છો
દુકાનદાર: હા છે
ભાસ્કર: એન 95 માસ્ક આપોને
દુકાનદાર: ના, એન 95 માસ્ક નહીં મળે
ભાસ્કર: સાદા માસ્કનો શું ભાવ છે.?
જવાબ: 30 રૂપિયા
ભાસ્કર: 100 નંગ જોઈએ છે બિલ મળશે ને?
જવાબ: મારી પાસે 25 જ છે. 100 નથી. બિલ નહીં મળે
ભાસ્કર: બિલ શું કામ નથી આપતા
દુકાનદાર: અમને પણ બિલ નથી મળતું. અમારે પણ રોકડા જ ચૂકવવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો