તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નના બીજા દિવસે સવા ત્રણ લાખ ઉઠાવી જનાર લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા સહિત બે આરોપી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • લગ્નની બીજી જ રાતે કન્યા ઘરમાંથી રોકડ-દાગીના મળી સવા ત્રણ લાખની માલમત્તા ઉઠાવીને નાશી ગઇ હતી

રાજકોટ: જંક્શન પ્લોટ મેઇન રોડ શેરી નં. 15/2/બમાં રહેતાં સુમિત ઉમેશભાઇ વાઢેર (ઉ.વ.24) નામના યુવાન સાથે મહારાષ્ટ્રના નાગપુરના નાંદેડના હદગાવ હડસનીની રાણી ઉર્ફે પાયલ ગાયકવાડ, નાગુપર હુડકેશ્વર ચોક મહાબલીનગરના ઉમેશ ઉર્ફે પપ્પુ ચુરે, સચીન ઉર્ફે મહેશ મરઘડે અને નાગપુરની નેહા બહાદુરે તથા અનુબેને મળી કાવત્રુ કરી લગ્નના નામે ઠગાઇ કર્યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર કચેરી નાગરિક સુવિધા કેન્દ્રમાં કરી હતી. કન્યા જોવાના રૂ. સવા લાખ ત્યાં ચૂકવાયા હતાં. એ પછી લગ્નની બીજી જ રાતે કન્યા ઘરમાંથી રોકડ-દાગીના મળી સવા ત્રણ લાખની માલમત્તા ઉઠાવીને નાશી ગઇ હતી. આ આંતરરાજ્ય ગેંગના બે આરોપી ઝડપાયા છે. જેમાં એક મહિલા અને એક પુરૂષની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલી બે વ્યક્તિની પૂછપરછ હાથ ધરી અન્ય શખ્સોની પણ શોધખોળ આદરી છે. 

નાગપુર પરિચિત પ્રકાશભાઇ જૈન મારફત કન્યા જોવા ગયા હતા
સુમિત વાઢેરે લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું. મારો લગ્ન કરવાના હોય પરિચિત એવા પ્રકાશભાઇ જૈન મારફત કન્યા જોવા 3 ડિસેમ્બરના રોજ રાજકોટથી નાગપુર ટ્રેન મારફત ગયા હતાં. સાથે મારા પિતા ઉમેશભાઇ અને માતા દક્ષાબેન તેમજ પ્રકાશભાઇ, પ્રવિણભાઇ ટાંક, દિપાલીબેન વાઢેર પણ હતા. નાગપુરમાં પ્રકાશભાઇએ જે છોકરી બતાવી એ પસંદ ન આવતાં ત્યાંથી ચાલીને નીકળી રસ્તા પર વાત કરતાં હતાં ત્યારે એક મહિલા મળી હતી જેણે પોતાનું નામ અનુબેન જણાવી અમને અટકાવી લગ્ન માટે કન્યા જોવી હોય તો પોતે બતાવશે તેવી વાત કરી હતી. 

અનુબેને અમને બે-ત્રણ છોકરી બતાવી તેમાંથી રાણી નામની છોકરી ગમી હતી
એ પછી અનુબેને અમોને બે-ત્રણ છોકરી બતાવી હતી. જેમાંથી રાણી ઉર્ફે પાયલનો સંપર્ક પપ્પુ મારફત કરાવાયો હતો. તે છોકરી અમને ગમી હતી. ત્યારે પપ્પુનો મિત્ર સચિન મરઘડે હાજર હતો. તેણે રાણી તેમની સાળી થાય છે તેવી વાત કરી હતી. તે પછી રાણીનું ઘર જોવાની વાત થઇ હતી અને અમે બધા નક્કી થયા મુજબ રાણીના માસીના ઘરે ગયા હતાં. તેણીના માસીનું નામ નેહા બહાદુરે જણાવાયું હતું. 10 ડિસેમ્બરના રોજ અમોએ રૂપિયો નાળિયેર આપી રાણી સાથે સગાઇનું નક્કી કરેલું અને 11મીએ નાગપુર કોર્ટમાં વકિલ મારફત નોટરી કરાવી નાગપુર હોટેલમાં જમવા ગયા હતાં. ત્યારે અનુબેનને કન્યા બતાવી લગ્ન કરાવી આપવા બદલ રૂ. 1,25,000 રોકડા આપ્યા હતા. એ પછી અમે રાજકોટ આવ્યા હતાં અને 12મીએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા. રાણીના કોઇ પરિવારજનો કે પરિચીતોને કહેવા છતાં આવ્યા નહોતાં.

લગ્ન બાદ રાજકોટની શ્રીહરિ પેલેસ હોટલમાં રોકાયા હતા
લગ્ન બાદ અમે 15 ડિસેમ્બરે રાજકોટની શ્રીહરિ પેલેસ હોટેલમાં રોકાયા હતાં. 16મીએ ઘરે આવ્યા હતાં. એ રાત્રે જ 12થી 1ની વચ્ચે રાણી અમારા ઘરમાંથી બે સોનાના ચેઇન, બે સોનાની વીંટી, મોબાઇલ ફોન, મંગળસુત્ર, ચાંદીના સાંકળા, દસ હજારના કપડા, રોકડા રૂ. 90 હજાર મળી રૂ. 3,25,000ની મત્તા સાથે ગાયબ થઇ ગઇ હતી. અમે તપાસ કરતાં તેણે આપેલા આઇડી પ્રૂફ પણ બોગસ-બનાવટી નીકળ્યા હતાં. એ રાતે જ બે વાગ્યે અમે પોલીસ સ્ટેશને જઇ જાણ કરી હતી. તેમજ રાણી ગુમ થયાની નોંધ બીજા દિવસે કરાવી હતી. ત્યારબાદ અમે નાગપુર તપાસ કરવા ગયા હતાં. ત્યાં અમારી મુલાકાત જે સ્થળે થઇ હતી તે સ્થળે તાળા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો