વરસાદથી પાકને નુકસાન અને ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇમાં આપવા ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ અંગે જેતપુર કે ધોરાજીમાં ખેડૂત સંમેલન યોજાશે

રાજકોટ: ભારે વરસાદથી ખેડૂતોના પારને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. આથી સરકાર દ્વારા સરવે કરી વળતર આપવા અને ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇમાં જ આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. કલેક્ટર કચેરીમાં સુત્રોચ્ચાર કર્યા હતા. ભાદર 1 ડેમનો પીવાનું પાણી વિતરણ કરવાનો કરાર ચાલુ વર્ષે પૂર્ણ થાય છે આથી ખેડૂતોની માંગ છે કે, આ કરાર ફરી રિન્યુ ન કરવો. કલેક્ટર કચેરીમાં રેલી સાથે ખેડૂતો ઉમટી પડ્યા હતા. તેમજ આગામી સમયમાં ધોરાજી અથવા જેતપુરમાં ખેડૂત સંમેલન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 

પૂરતો સ્ટાફ તૈનાત કરાયો છે: કલેક્ટર
ખેડૂતોના વિરોધને લઇને કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, પૂરતો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સર્વે તાત્કાલિક અસરથી હાથ ધરવો જરૂરી છે. સરકારમાં આ મામલે રજૂઆત કરીશું. વધારે પડતા વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યાની ફરિયાદ આવી છે.

અન્ય સમાચારો પણ છે...