તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Lokdayaro In Jamkandorana After Group Marriage And Rupee Rain On Minister Jayesh Radadiya

સમૂહલગ્ન બાદ યોજાયેલા કિર્તીદાનના લોકડાયરામાં જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે લેઉવા પટેલ સમાજની 156 દીકરીઓના જાજરમાન સમૂહલગ્ન યોજાયા હતા

જામકંડોરણા: રવિવારે જામકંડોરણામાં આવેલી કન્યા છાત્રાલય ખાતે લેઉવા પટેલની 156 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા હતા. જાજરમાન લગ્નોત્સવમાં દીકરીઓને વાજતે ગાજતે સાસરે વળાવી હતી. સમૂહલગ્ન બાદ રાત્રે લોકડાયારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બાલાવતા લોકોએ જયેશ રાદડિયા અને તેના ભાઇ લલિતભાઇ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. 

જયેશ રાદડિયાને લોકોએ ઉંચકી લીધા 
લોકડાયરામાં જચેશ રાદડિયાને લોકોએ ઉંચકી લીધા હતા અને તેના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકડાયરામાં લાખો રૂપિયા ઉડતા સ્ટેજ પર નોટની ચાદર પથરાઇ ગઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...