રાજકોટ / વીંછિયા ગામે કોળી સમાજના બે જૂથ વચ્ચે અથડામણના લાઈવ દ્રશ્યો, મુખ્ય બજારમાં અફરાતફરી મચી

  • ઘર્ષણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  • પોલીસે બંને પક્ષે 15ની અટકાયત કરી
  • પ્રેમ પ્રકરણમાં ઘર્ષણ સર્જાયું હોવાની આશંકા

Divyabhaskar.com

Oct 09, 2019, 08:35 PM IST

રાજકોટ: રાજકોટના વીંછિયા ગામમાં કોળી સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘર્ષણમાં 15થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. જેમાંથી 10 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને જૂથના 15 લોકોની અટકાયત કરી છે. અથડામણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણના કારણે અથડામણ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કડક કાર્યવાહીના આદેશ અપાયાં
વીંછિયાના મુખ્ય બજારમાં ઘર્ષણ સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં બંને પક્ષો સામ-સામે લાકડી વડે હુમલા કરી રહ્યાં હોય તેવા લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત રેન્જ આઇજી સંદીપ સિંઘે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી