અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ડુંગળીના ભાવ વધ્યા, સરકાર સ્ટોક અંગે તપાસ કરશે: રાદડિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક મણે ડુંગળીના ભાવ 100 રૂપિયા ઘટતા 650થી 750 રૂપિયા મળી રહ્યા છે

રાજકોટ: રાજકોટ આઇટીઆઇ કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ડુંગળીના વધતા ભાવને લઇ તેઓએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીને કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું આવતા ડુંગળીના ભાવ વધ્યા છે. સરકાર સ્ટોક અંગે તપાસ કરશે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. અહીં 1200 કટા ડુંગળીની આવક થઇ છે. એક મણે ડુંગળીના ભાવ 100 રૂપિયા ઘટ્યા છે. હાલ એક મણ ડુંગળીના 650થી 750 રૂપિયા મળી રહ્યા છે. 

ડુંગળીના ભાવ અંગે માર્કેટ યાર્ડ ખાતે બેઠક મળી
રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ અંગે બેઠક મળી હતી. વેપારીઓ અને તંત્ર વચ્ચે બેઠક મળી. ડુંગળીના વધતા ભાવને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને ડેપ્યુટી કલેક્ટરે ડુંગળીનો સંગ્રહ ન કરવા સૂચના આપી હતી. મગફળીના ટેકાના ભાવ અંગે જચયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સરળતા રહે તે માટે એક મણ મગફળીનો ટેકાનો ભાવ 1018 નક્કી કરવામાં આવ્યો છે. આ વર્ષે 25 લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા છે. 1 તારીખથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને લાભપાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે. ડુંગળીના ભાવ વધી રહ્યા છે તે અંગે રાજ્ય સરકાર વિચારણા અને તપાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...