રાજકોટ / જીત બાદ હોટલમાં રોહિતે કેક કટિંગ કરી ઉજવણી કરી, શિખરે ફેન્સ સાથે સેલ્ફી વીડિયો ઉતાર્યો

હોટલમાં જીતની ઉજવણી કરાઇ
હોટલમાં જીતની ઉજવણી કરાઇ

  • રોહિત શર્મા અને શિખર ધવનની બેટિંગે ચાહકોને ખુશ કરી દીધા હતા

Divyabhaskar.com

Nov 08, 2019, 08:39 PM IST

રાજકોટ: મહા વાવાઝોડાના ભય વચ્ચે ક્રિકેટના મહામૂકાબલામાં ભારતની જીત થઇ હતી. મેન ઓફ ધ મેચ અને કેપ્ટન રોહિત શર્મા તેમજ શિખર ધવને હોટલ પહોંચી કેક કટિંગ કરી જીતની કરી ઉજવણી કરી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટી-20 મેચમાં ભારતની જીત થઇ હતી. બાંગ્લાદેશ સામે 8 વિકેટથી ભારતની જીત થતા રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ દર્શકોને ખુશ કર્યા હતા. જીત બાદ શિખર ધવન અને કૃણાલ પંડ્યાએ ફેન્સ સાથે વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ધવને સ્ટેડિયમ પર જ ફેન્સ સાથે સેલ્ફી વીડિયો ઉતાર્યો હતો

ગુરૂવારના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ યોજાયો હતો. જે મેચમાં 6 વિકેટના નુકસાને 153 રન બાંગ્લાદેશની ટીમે કર્યા હતા. ત્યારબાદ ટીમ ઇન્ડિયાએ 15.4 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયામાંથી ઓપનર તરીકે શિખર ધવન અને રોહિત શર્માએ ચોક્કા અને છક્કાનો વરસાદ વરસાવ્યો હતો. શિખર ધવને 27 બોલમાં 4 ફોર લગાવી 32 રન ફટકાર્યા હતા. જ્યારે રોહિત શર્માએ 85 રન બનાવ્યા હતા. ત્યારે મેચ પૂર્ણ થયા બાદ શિખર ધવન અને કૃણાલ પંડ્યાએ રાજકોટ સ્ટેડિયમમાં હાજર પોતાના ફેન્સ સાથે એક સેલ્ફી વીડિયો બનાવ્યો હતો. જે સેલ્ફી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

X
હોટલમાં જીતની ઉજવણી કરાઇહોટલમાં જીતની ઉજવણી કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી