રાજકોટ / ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી કડકડતી ઠંડીમાં પરસેવો પાડ્યો

  • મેચને લઇને 450 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત, 250 પ્રાઇવેટ સિક્યુરિટી

Divyabhaskar.com

Jan 16, 2020, 06:08 PM IST
રાજકોટ: આવતીકાલે રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત-અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે વન ડે મેચ રમાનાર છે. બંને ટીમોના ખેલાડીઓ ગઇકાલે બુધવારે રાજકોટ આવી પહોંચ્યા હતા. આજે બંને ટીમના ખેલાડીઓએ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી કડકડતી ઠંડીમાં પરસેવો પાડ્યો હતો. ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસની સાથોસાથ ફૂટબોલની પણ મજા માણી હતી.
450 પોલીસ જવાનો ખડેપગે રહેશે
મેચને લઇને એસપી બલરામ મીણાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પણ મેચમાં હાજર રહેશે. મેચને લઇને 450 પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત 250 પ્રાઇવેટ સિક્યુરિટીના માણસો બંદોબસ્તમાં રહેશે. પોલીસ કર્મચારીઓમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો બંદોબસ્તમાં રહેશે. 3 બીડીડીએસની ટીમ ઉપસ્થિત રહેશે. 2 પોલીસ ચોકી ઉભી કરવામાં આવશે. 30 હજાર લોકો સ્ટેડિયમમાં મેચ નીહાળવા આવશે. કેમેરા, માચિસ, સિગારેટ, પાણીની બોટલ લઇ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ગ્રાઉન્ડની બાઉન્ડરીથી પ્રેક્ષકોને અંદર પ્રવેશવા પર પ્રતિબંદ લાદી દેવામાં આવ્યો છે. તેમ છતાં કોઇ પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનો માટે મોરબી રોડ અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલ થઇ રોડ ડાયવર્ટ કરવામાં આવશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી