તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસામાં DivyaBhaskarએ જે ભયગ્રસ્ત મકાનોનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો હતો, તેમાંની એક મકાનની રવેશ ધરાશાયી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે
 • સલ્મ ક્વાર્ટર્સમાં આવેલા મકાનની રવેશ ધરાશાયી
 • ફાયરબ્રિગેડની 4 ટીમ ઘટનાસ્થળે, કોઇ જાનહાનિ નહીં

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર આવેલા સલ્મ ક્વાર્ટર્સમાં રવેશની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. એક વર્ષ પહેલા કોર્પોરેશનને દિવાલ જર્જરિત હોવાની નોટિસ પાઠવવામાં આવી હતી. આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 4 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રવેશ પાડવાની કામગીરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. મહત્વનું છે કે, આ અંગે અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી હોવા છતાં નક્કર લેવામાં આવતા નથી. ભારે વરસાદને પગલે રાજકોટમાં તો અનેક મકાનો મોતનો માંચડો બની ગયા છે. આ અંગે DivyaBhaskarએ રાજકોટના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે શહેરમાં અનેક એવા ભયગ્રસ્ત મકાનો છે જે પવન સાથે વધુ વરસાદ પડે તો અનેકના જીવ લઈ જાય તેમ છે. તેમજ 300 વધુ મકાનોને તો નોટિસ પણ આપી છે. પરંતુ પગલા લેવાયા નથી.

કોર્પોરેશન નોટિસ આપે છે, લિસ્ટ બનાવે છે પણ નક્કર કાર્યવાહી કરતું નથી
પ્રિમોન્સુનના નામે મસમોટી વાતો કરતું મ્યુનિસપલ તંત્ર માત્ર નોટિસ અને લિસ્ટ બનાવી સંતોષ માની લે છે. માત્ર એટલું જ નહીં, ટીપી, ફાયર બ્રિગેડ અને બાંધકામ શાખા એકબીજાને ખો આપતા ફરે છે. કોર્પોરેશનના ચોપડે જ 50થી વધુ જર્જરિત મકાન નોંધાયેલા છે. જેમાં આ મકાનોની મરામત કરવાનું અથવા તો પાડી પાડવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રકારના મકાન ક્યાં-ક્યાં છે તેનું લિસ્ટ આપવામાં પણ મનપાના પેટમાં તેલ રેડાય છે.

ત્રણ શાખા એકબીજાને ખો આપે છે, 2104માં પાંચ બંગાળી કારીગર દટાતા, એકનુ મોત થયું હતું
કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા અને ફાયર બ્રિગેડ શાખા આ ત્રણેય એકબીજા ઉપર જવાબદારીની ખો આપતા રહે છે. પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે મનપાએ ભયગ્રસ્ત બાંધકામોનો સર્વે કરીને તેની યાદી તૈયાર કરી છે અને આવા તમામ બાંધકામના વપરાશકર્તાઓને ચોમાસા પહેલા રિપેરીંગ કરાવી લેવા નોટિસ ફટકારી છે. પરંતુ કોઇ જવાબદારી લેવા તૈયાર જ નથી. 2014માં 48 કલાકમાં જ 30થી ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ત્યારે શહેરના સોનીબજારમાં એક જર્જરિત મકાન આખું ધરાશાયી થઇ ગયું અને અને તેમા બંગાળી કારીગર સહિત પાંચ વ્યક્તિ દટાય હતી. તેમાથી એકનું મૃત્યુ નીપજ્યુ હતું. એ સિવાય થોડા સમય પહેલા આવું જર્જરિત મકાનનો અમુક ભાગ નીચે આવતા એક વૃદ્ધ દંપતીની ઇજા થઇ હતી.

આટલા વિસ્તારોમાં સૌથી વધુ ભયગ્રસ્ત બાંધકામો
શહેરના જૂના રાજકોટમાં આવા બાંધકામો વધુ જોવા મળે છે. જે મકાન, ક્વાર્ટર કે જૂના સરકારી ઇમારતનો અમુક ભાગ કે દિવાલ, છજા ગમે ત્યારે પડી જાય એમ છે. શહેરના સદર વિસ્તારમાં વોકળાના કાંઠે, સોની બજારમાં, બંગડી બજાર, રામનાથપરા વિસ્તાર અને હાથી ખાના અને જામનગર રોડ પર આવેલા જૂના આવાસની હાલત એવી છે કે હાલ પણ રોજ પોપડા પડતા રહે છે અને તિરાડો પડી ગયેલી નજરે જોઇ શકાય છે. કોર્પોરેશને નોટિસ આપી દીધી છે છતાં નથી ખાલી કરાવતા કે નથી કોઇ ઠોંસ પગલા લેતા. કોઇ ભયગ્રસ્ત મકાનનું માત્ર છજું કે દિવાલ પડે અને રાહદારીને ઇજા કે કંઇ થાય તો જવાદારી કોની તે મોટો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો