ભાસ્કર સ્ટિંગ / રાજકોટમાં મિનરલ વોટરના નામે કેરબામાં ગમે તેવું પાણી વેચવાના હાટડાં, કોઈમાં ISI માર્કા નથી

in rajkot water selling name of Mineral Water without isi marked which is caused health problem

Divyabhaskar.com

Jun 10, 2019, 10:58 AM IST

જીગ્નેશ કોટેચા, રાજકોટ: પીવાનું ચોખ્ખું, ઠંડુ પાણી મળે તે માટે લગભગ બધી જગ્યાએ અત્યારે કહેવાતા મિનરલ વોટરના જગ મંગાવાય છે. ભરતાપમાં આખો દિવસ ઠંડુ રહેતું આ પાણી રાજકોટમાં 20 લિટરનો એક જગ રૂ.30ના ભાવે સપ્લાય કરવામાં આવે છે. ભરગરમીમાં ભલે આ પાણી ગળાને ઠંડક અને તનને શીતળતા આપનારું લાગે પરંતુ હકીકતમાં તમે તમારા જઠરમાં રીતસરનું કેમિકલ પધરાવી રહ્યા છો. 20 લીટરની પાણીની બોટલમાં પાણી ઠંડુ રાખવા લિક્વિડ નાઇટ્રોજનનું માત્ર એક ટીપું નાખવામાં આવે છે. જે પેટ, ચામડી અને જઠરના રોગો નોતરે છે.

આ અંગે DivyaBhaskarએ કરેલા સ્ટિંગમાં ચોંકાવનારી વિગતો કેમેરામાં કેદ થઇ છે. બરફની ફેક્ટરી બહાર રીતસર બોર્ડ માર્યું હોય કે આ બરફ માટે ક્લોરિનથી સ્ટરલાઇઝડ પાણીનો ઉપયોગ કર્યો હોવાથી ખાવો નહીં છતાં બેરોકટોક રસના વેપારી, સોડાના વેપારી અને અમુક સ્થળે પાણીમાં નાખવામાં આવે છે. શહેરમાં શેરીએ, ગલીએ મિનરલ વોટરનો વેપલો ચાલુ છે. 25-30 રૂપિયામાં મિનરલ વોટરનો 20 લિટરનો ઠંડો કેરબો ઘેર આવીને મૂકી જાય છે. આ કેરબો ક્યાં ભરાય છે, તેમાં આઇએસઆઇ માર્કો છે કે નહીં તે અંગે કોઇ પૂછતું પણ નથી. શહેરમા 70 ટકા વેપારીઓ આઇએસઆઇ માર્કા વગર આ પાણી લોકોને પીવડાવે છે.

બેરોકટોક મિનરલ વોટરના હાટડાં, પાણીના ચોકીદારો મૌન કે હપ્તારાજ

રાજકોટમાં પાઉચમાં પીવાતું પાણી જોખમી લાગતા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ કોઇ જાતની પરમિશન કે આઇએસઆઇ માર્કા વગર મિનરલ વોટર કેરબામાં વેચાઇ રહ્યું છે. એક અંદાજ મુજબ શહેરમાં ઉનાળામાં દર મહિને 12 કરોડથી વધુ મિનરલ વોટરનો વેપાર છે. કોણ, ક્યાંથી પાણી ભરીને શેરી-ગલીમાં વેચે છે તેની કોઇ તંત્રના ચોપડે નોંધ નથી. આમ છતાં કોઇ પક્ષના નેતાઓ કે અધિકારીઓને પ્રજાની ચિંતા નથી અને બધા આંખ આડા કાન કરી રહ્યાં છે. પાણીના ચોકાદીરો મૌન છે કે પછી આ રીતે વેપલો કરતા હપ્તારાજમા ફાવી ગયા છે તે ચર્ચાનો વિષય છે.

પાણીનું પેકિંગ કરો તો જ નિયમ, કેરબામાં ભરો તો નિયમ નથી: નાયબ આરોગ્ય અધિકારી
રાજકોટ કોર્પોરેશનનના નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડ કહે છે કે, ડ્રગ અને ફૂડ સેફ્ટીના નિયમ અનુસાર કોઇ પણ પાણીનું પેકિંગ કરી વેચે તો નિયમ લાગુ પડે તો તેને મંજૂરી લેવી પડે છે. પરંતુ જે લોકો કેરબા ભરી ભરીને વેચે તેને કોઇ નિયમો લાગું પડતા નથી. મંજૂરીની જરૂર પણ હોતી નથી. આ લોકો પાસે ચિલ્ડ વોટર પ્લાન્ટ હોય છે તે જાતે જાતે કેરબા ભરી વેચતા હોય છે. આ લોકો પાણીનું કોઇ જાતનું પરીક્ષણ કરાવતા નથી. જે શરીર અને પેટ માટે જોખમી સાબિત થતું હોય છે.

કેવી રીતે રાજકોટમાં બને છે ‘મિનરલ વોટર'

મિનરલ વોટર માટે પાણી કુદરતી ઝરણામાંથી કે કૂવામાંથી લેવામાં આવે છે. નગરપાલિકા કે મહાપાલિકાની વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદેસર રીતે ગુનો બને છે. પાણીને જંતુ રહિત કરવા માટે અલ્ટ્રાવાયોલિન કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાં પાણી ચેક કરતા સમયે સુક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરવા માટે તેમા ક્લોરિન વાયુ છોડવામાં આવે છે. બોટલના પાણીથી કયા કયા રોગ થાય છે, પ્લાસ્ટિકની બોટલમાં સતત પાણી પીવાથી બ્લડ પ્રેશર, અસ્થમા, ડાયાબિટિસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થઇ શકે છે. જ્યારે આરઓનું પાણી પીવાથી હાડકાં અને આંતરડાના રોગ લાગું પડી શકે છે.

લોકલ બ્રાન્ડનું મિનરલ વોટર અને પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક

રાજકોટમાં લોકલ બ્રાન્ડનું પાણી સૌથી વધુ વેચાઇ રહ્યું છે, ત્યારે તેમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી બેક્ટેરિયાનો ગ્રોથ વધી જતો હોય છે. આ પાણી પીવાથી ફૂડ પોઇઝનિંગની અસર થઇ શકે છે. બેચેની, અશક્તિ, પેટમાં ગરબડથી માંડી ઝાડા-ઉલ્ટી, કમળો જેવા રોગ થઇ શકે છે. પ્લાસ્ટિકની બોટલમાં ઝેરી તત્વો ભળી જતા હોવાને લીધે કેન્સર સહિતના રોગો થવાની સંભાવના રહે છે. મિનરલ વોટરનો આગ્રહ રાખતા લોકોને કદાચ જાણ નહીં હોય કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા લોકોમાં વિટામીન બી-12ની ઉણપ જોવા મળે છે. જેના કારણે હાડકાં અને આંતરડાના રોગને આમંત્રણ આપે છે.

પાણીને સતત ઠંડુ રાખતું લિક્વિડ નાઇટ્રોજન શું છે

લિક્વિડ નાઇટ્રોજન એક પ્રકારનું ઓસિટક કેમિકલ છે. જે ફ્રીઝ તથા એસીમાં ઠંડક માટે વપરાય છે. તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેરપાર્ટસને ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને ટકાઉ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. લિક્વિડ નાઇટ્રોજન આટલો હાનિકારક શા માટે? તે જ્યારે લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં હોય ત્યારે માઇનસ-190 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં જતા ચામડીને કાયમ માટે શિથિલ કરી શકે છે. પેટની બીમારીઓ જઠ્ઠરની તકલીફો થવાની શક્યતાઓ રહેલી છે.

X
in rajkot water selling name of Mineral Water without isi marked which is caused health problem
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી