તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટઃ શહેરમાં વીજ પુરવઠો પૂરો પાડતી વીજ કંપની ખૂદ પીજીવીસીએલનો ફ્યૂઝ ડૂલ થઇ ગયો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીજળી બિલ નહીં ભરતા ગ્રાહકોનું કનેક્શન વીજ કંપની કાપી નાખતી હોય છે પરંતુ તાજેતરમાં કિસ્સો એવો બન્યો છે કે પીજીવીસીએલની ટીમ શહેરના ઢેબર રોડ પર આવેલા આમંત્રણ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા વીજગ્રાહકનું કનેક્શન કાપવા ગઈ હતી પરંતુ ભૂલથી પહેલા માળે રહેતા ગ્રાહકનું કનેક્શન કાપી નાખતા બિલ નિયમિત ભરવા છતાં આ વીજગ્રાહકના ઘરમાં બે-બે કલાક સુધી અંધારપટ છવાયો હતો. વીજ કંપનીએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કનેક્શન કાપી નાખતા દંપતીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખોટું કનેક્શન કાપ્યાં પછી પણ અધિકારીઓ જોડવા આવ્યાં નહીં
હિસાબી વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો હોય જે વીજગ્રાહકો નિયમિત બિલ નથી ભરી રહ્યા તેવા ગ્રાહકોના કનેક્શન કાપી બાકી બિલની રકમની વસૂલાત માટે પીજીવીસીએલ ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ શહેરના ઢેબર રોડ પર ગુરુકુળ પાસે આવેલા આમંત્રણ એપાર્ટમેન્ટમાં પીજીવીસીએલની સોરઠિયાવાડી સબ ડિવિઝનની ટીમ વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકનું કનેક્શન કાપવા પહોંચી હતી. પરંતુ વીજગ્રાહકને નહીં કોઈ નોટિસ કે કોઈ ટેલિફોનિક જાણ કર્યા વિના ધડાધડ કનેક્શન કાપી નાખવાની ઉતાવળમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા વીજ ગ્રાહકનું કનેક્શન કાપવાને બદલે પહેલા માળે રહેતા ગ્રાહકનું કનેક્શન કાપી નાખ્યું હતું. પહેલા માળે રહેતા દંપતી નોકરિયાત હોય આખો દિવસ ફરજ બજાવી રાત્રે ઘેર આવ્યા ત્યારે ઘરમાં અંધારપટ છવાયો હતો અને પીજીવીસીએલની ટીમ કનેક્શન કાપી ગઈ હોવાનું માલૂમ થતા ગ્રાહક બે-બે કલાક સુધી હેરાન થયા હતા. ખોટું કનેક્શન કાપી ગયા છતાં વીજ કંપનીના કર્મચારી ફરી કનેક્શન જોડવા ફરક્યા ન હતા.
કનેક્શન કાપી નાખતા રસોઈ ન કરી શકી, ખૂબ હેરાન થયા
પીજીવીસીએલની બેદરકારીને લીધે અમે ખૂબ હેરાન થયા. એક તો આખો દિવસ નોકરી કરી રાત્રે આવ્યા તો ઘરે લાઈટ ન હતી. પછી જાણવા મળ્યું કે કનેક્શન કાપી ગયા છે. રાત્રે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી અંધારામાં અને ગરમીમાં રહ્યા. રસોઈ પણ ન કરી શકી. કનેક્શન કાપી નાખ્યા પછી જોડવા વીજ કર્મચારીઓ આવ્યા જ ન હતા. આખરે કંટાળીને અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી. - દવે રચનાબેન, ભોગ બનનાર વીજગ્રાહક
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.