તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In A Bid To Attract High Interest, Rajkot Smart City Company Opened An Account At Yes Bank And Raised Rs. 164 Crores Trapped

ઊંચા વ્યાજની લાલચમાં રાજકોટ સ્માર્ટ સિટી કંપનીએ યસ બેંકમાં ખાતું ખોલાવ્યું અને રૂ. 164 કરોડ ફસાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
  • 50 કરોડ રૂપિયા મનપાએ સ્માર્ટ સિટી કંપનીમાં ટ્રાન્સફર નહીં કરતા બચી ગયા
  • રકમ ઉપાડવાની છૂટ આપવા રિઝર્વ બેંકને ઇ-મેલથી રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ

રાજકોટઃ રાજકોટ સ્માર્ટ સિટી કંપનીએ ઊંચા વ્યાજની લાલચમાં કંપનીનું એકાઉન્ટ યસ બેંકમાં ખોલાવ્યું હતું. 2017થી યસ બેંકમાં સ્માર્ટ સિટીની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી રહી છે અને તેમાંથી પ્રોજેક્ટ પાછળ ખર્ચા થઇ રહ્યા છે પરંતુ 5 માર્ચે રિઝર્વ બેંકે યસ બેંક પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરતા રાજકેાટ સ્માર્ટ સિટી કંપનીના 164 કરોડ રૂપિયા યસ બેંકમાં ફસાયા છે. રિઝર્વ બેંકે માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડવાની છૂટ આપી છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને સ્માર્ટ સિટીના સીઇઓએ રિઝર્વ બેંક, કેન્દ્ર સરકારને ઇ-મેઇલ કરી 164 કરોડ રૂપિયા ઉપાડવા છૂટ આપવા માગ કરી છે. સ્માર્ટ સિટીની મનપાના હિસ્સાની 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવા સ્માર્ટ સિટી કંપનીએ મનપામાં દરખાસ્ત એક માસ પહેલા મોકલી આપી હતી પરંતુ મનપાએ 50 કરોડ રૂપિયા યસ બેંકમાં ટ્રાન્સફર નહીં કરતા આ રકમ બચી ગઇ છે.

વહેલી તકે રકમ છૂટે તેવી આશા
મ્યુનિસિપલ કમિશનરે ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી માટે કોઇપણ ખાનગી બેંકમાં એકાઉન્ટ ખોલી શકાય તેથી યશ બેંકની સારી ઓફર હોવાથી ત્યા એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. હાલ આ એકાઉન્ટમાં 164 કરોડ રૂપિયા છે તે રકમ વહેલી તકે ઉપાડવાની છૂટ મળે તે માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંકને ઇ-મેઇલથી રજૂઆત કરી દેવામાં આવી છે અને આશા છે કે વહેલી તકે આ રકમ છૂટી થશે.

સ્માર્ટ કંપનીને યસ બેન્કે ઓફર કરી હતી
મહાનગરપાલિકાએ 2017માં સ્માર્ટ સિટી કંપની માટે બેંક એકાઉન્ટ ખોલવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હતા. જેમાં અલગ અલગ નવ બેંકોએ ટેન્ડર ભર્યા હતા. આ નવ કંપનીમાંથી સૌથી ઊંચુ વ્યાજ અને સર્વિસ યશ બેંકે આપવાની ઓફર કરી હતી જેના પગલે યશ બેંકમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યુ હતુ. યશ બેંકે સ્માર્ટ સિટી કંપનીને સેવિંગ એકાઉન્ટમાં 6.7 ટકા વ્યાજ આપવાની ઓફર કરી હતી. સામાન્ય રીતે 4 ટકા આસપાસ સેવિંગ એકાઉન્ટમાં વ્યાજ મળતું હોય છે જ્યારે યશ  બેંકે ઊંચા વ્યાજની ઓફર કરતા રાજકોટ સ્માર્ટ સિટી કંપનીએ અહીં એકાઉન્ટ ખોલ્યું અને હાલ 164 કરોડ રૂપિયા ફસાયા છે. જો કે આ અંગે કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક સાથે મનપા પત્રવ્યવહાર કરી રહ્યું છે અને વહેલી તકે રકમ છૂટી થવાની મ્યુનિસિપલ કમિશનરને આશા છે.

મનપાના બે એકાઉન્ટ, 1.89 લાખની બેલેન્સ
રાજકોટ મહાનગરપાલિકાના બે એકાઉન્ટ યશ બેંકમાં છે. જેમાં એક એકાઉન્ટ ટેક્સ કલેકશન અને બીજુ આવાસ યોજનાના મેન્ટેનન્સનું છે. ટેક્સ કલેકશન એકાઉન્ટમાં શૂન્ય બેલેન્સ છે જ્યારે આવાસ યોજનાના મેન્ટેનન્સમાં 1.89 લાખ રૂપિયા છે. જેમાંથી એક  50 હજારનો ચેક ટ્રાન્સફર કરવા નાખી દેવામાં આવ્યો છે. ગત નવેમ્બર માસમાં આ એકાઉન્ટમાં 1.89 કરોડ રૂપિયા હતા જે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હોવાથી તે રકમ બચી ગઇ છે.

વડોદરા પાલિકાએ બે દિવસ પહેલા જ 265 કરોડ ઉપાડી લીધા
યસ બેંકની હાલત કથળી જતા રાજકોટ મનપાના કરોડો રૂપિયા તેમાં ફસાયા છે. વડોદરા મનપાનું પણ યસ બેંકમાં ખાતું છે. જો કે મનપાના સીએએ 3 મહિના પહેલા જ એવો રિપોર્ટ આપ્યો હતો કે યસ બેંકની હાલત જેાતા તેમાં ફંડ રાખવું હિતાવહ નથી. આ રિપોર્ટને આધારે બે દિવસ પહેલા જ વડોદરાએ યસ બેંકમાં મુકેલા 265 કરોડ રૂપિયા બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર કર્યા હતા. વડોદરા મનપાની સમયસૂચકતાથી કરોડો રૂપિયા બચાવી શક્યા છે જ્યારે રાજકોટ મનપા વ્યાજની લાલચમાં ફસાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...