તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અશ્વ-શોમાં ગરવો લેવો, મટકી ફોડ અને બેરલ રેસ યોજાશે, 75 જેટલા કાઠિયાવાડી-મારવાડી ઘોડાઓ વચ્ચે જામશે સ્પર્ધા

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • 26 જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે 18મીએ યોજાનારા અશ્વ-શોમાં ત્રણ સ્પર્ધા યોજાશે

રાજકોટઃ 26મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે રાજકોટમાં કરવામાં આવનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા 18મીએ રાજકોટ શહેરના પોપટપરા માઉન્ટેઇન પોલીસ લાઇન ખાતે અશ્વ-શોનું આયોજન કરાયું છે જેમાં 75 જેટલા મારવાડી અને કાઠિયાવાડી ઘોડાના વિવિધ કરતબો સાથે તેમના સવારો વચ્ચે ત્રણ સ્પર્ધા યોજાશે જેમાં ગરવો લેવો, મટકી ફોડ અને બેરલ રેસનો સમાવેશ થાય છે.

75 જેટલા ઘોડેશ્વારો ભાગ લેશે
માઉન્ટેન પોલીસ લાઇનના પીઆઇ બી.એસ.સરવૈયા અને કામા અશ્વ મંડળના ચેરમેન ધનશ્યામ મહારાજે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે 18મીએ અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 75 જેટલા ઘોડેશ્વારો ભાગ લેશે. પોપટપરા માઉન્ટેન પોલીસ લાઇન ખાતે સવારે 8.30 વાગ્યે યોજાનારા અશ્વ-શોમાં ત્રણ સ્પર્ધાઓ રાખવામાં આવી છે જેમાં વિજેતા થનારા ઘોડેશ્વારોને રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી નવાજવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહે તે પ્રકારનું આયોજન કરાયું છે.

કઇ છે ત્રણ સ્પર્ધાઓ

  • ગરવો લેવો: આ સ્પર્ધામાં ઘોડેશ્વરો વચ્ચે કુલ 200 મીટરની રેસ યોજાય છે જેમાં ઘોડેશ્વાર સામેના છેડે એટલે કે 100 મીટર એકલો જાય છે અને સામે છેડેથી એક વ્યક્તિને બેસાડીને 100 મીટર પરત ફરે છે.
  • મટુકી ફોડ સ્પર્ધા: આ સ્પર્ધામાં પાંચથી છ બેરલ પર નાની માટલીઓ (મટુકીઓ) મુકવામાં આવે છે અને ઘોડેશ્વાર સ્ટીક લઇને ઘોડા પર નીકળે છે અને પોતાના સાથી સ્પર્ધક પહેલા મટુકી સ્ટીકથી ફોડી નાખે છે.
  • બેરલ રેસ: આ સ્પર્ધામાં ઘોડેશ્વારે ‘એઇટ’ કરવાનો હોય છે. ગ્રાઉન્ડમાં 3 બેરલ મુક્યા હોય છે અને તેને ફરતે એવી રીતે ચક્કર લગાવવાના હોય છે કે તેમાં ‘8’ થઇ જાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો