તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heavy Rain Washed Away Several Roads, Bridges Were Washed Away In Kheri, And Students Were Passing Through The Danger Road

4 યુવાન તણાયા, બાળકનું મોત, રસ્તાઓ ધોવાયા, નીચાણ વાળા વિસ્તારોમાં હજુ પાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા
  • પુલ તુટ્યાં, વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં

રાજકોટ:શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે રાજકોટના 4 યુવાનો પાણીમાં તાણાઈ ગયા હતાં. જેમાં 9 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે કુવાડવા નજીક ક્રિષ્ના પાર્ક સામે રોડ સામે આવેલી ગટરમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. જ્યારે મોચી બજારમાં રહેતા યુવકની અને મોટા મૌવામાં તણાયેલા યુવકની હાલ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

ખેરડી ગામનો પુલ ધોવાઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
મોટા મૌવા અને આંબેડકર નગરને જોડાતું નાલુ સંપૂર્ણ રીતે ધોવાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો છે. જેને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ સાથે જ રાજકોટના તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે ઠેબચડાથી ખરેડી ગામ સુધીનો પણ વાહન વ્યહાર ઠપ્પ થઈ ગયો છે. ખેરડી ગામનો પુલ ધોવાઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને જીવના જોખમે વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે.  

3 બહેનનાં એકનાં એક ભાઈની 12 કલાકથી શોધખોળ ચાલુ
શહેરમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને લઈને 2 યુવકો પાણીમાં તણાઈ ગયા છે. મોટા મૌવા નજીક આવેલી નદીમાં એક યુવક તણાઈ જતાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી યુવકની ભાળ મળી નથી. બીજી તરફ ત્રણ બહેનોનાં એકનો એક ભાઈ સતીષ પઠિયાર તણાઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે આ યુવકની પણ હજુ સુધી ભાળ મળી નથી.

ભાવનગર રોડ પર રસ્તા ધોવાયા
શહેરમાં ધોધમાર વરસાદ બાદ ભાવનગર રોડ પર આવેલા રસ્તા ધોવાઈ ગયા છે. રસ્તા ધોવાતા તંત્રની પોલ ખુલી  ગઈ છે. ગઈકાલે રાજકોટમાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે બાદ રોડ રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ છે.