તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોજનના પૈસા નથી, ફ્રૂટ-શાકભાજી પર જીવીએ છીએ: ગુજરાતી જૈન પરિવાર ઇરાનમાં ફસાયો, વાઇરલ વીડિયોમાં વ્યથા ઠાલવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ડિયન એમ્બેસી પાસે ઉભા રહીને યુવાને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો - Divya Bhaskar
ઇન્ડિયન એમ્બેસી પાસે ઉભા રહીને યુવાને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો
 • ઇરાનના તહેરાન શહેરમાં ઇન્ડિયન એમ્બેસી પાસે વીડિયો બનાવી વાઇરલ કર્યો
 • મોદી અને શાહને વિનંતી કરી કે અમને છોડાવો કોરોના થશે તો જવાબદારી કોની?
 • યુવાન 10 દિવસથી ઇન્ડિયન એમ્બેસીએ ધક્કા ખાઇ રહ્યો છે પણ અધિકારીઓ ગણકારતા નથી

રાજકોટ: વિશ્વમાં કોરાના વાઇરસને લઇ દરેક દેશમાં દહેશત મંડારાઇ છે. ઇરાનના તહેરાન શહેરમાં મુંબઇનો ગુજરાતી જૈન પરિવાર ફસાયો છે. આ અંગે પરિવારના કેરવીન શાહ નામના યુવાને ત્યાં પડતી મુશ્કેલીને લઇને મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. યુવાનના અવાજમાં ઇન્ડિયન એમ્બેસીની લાપરવાહીને લઇને રોષ જોવા મળે છે. બીજી તરફ પોતાના પરિવારને લઇને ચિંતિત પણ દેખાય છે. ભારત સરકારને વિનંતી કરી રહ્યો છે કે ગમે તે થાય પણ અહીંથી અમને છોડાવો. તહેરાનમાં ઇન્ડિયન એમ્બેસી તેની કોઇ મદદ કરતી નથી તેવા આક્ષેપો કર્યા છે. વીડિયોમાં કેરવીન બોલે છે કે, હવે તો અમારી પાસે ભોજનના પણ પૈસા નથી. અમે વેજીટેરીયન છીએ એટલે હાલ ફ્રૂટ અને શાકભાજી પર અમે જીવી રહ્યા છીએ.

6 દિવસથી રોજ ત્રણ ત્રણ કલાક આવી વિનંતી કરૂ છું કે સર મારા માટે કંઇક કરો
કેરવીન શાહે વધુમાં કહ્યું હતું કે, હું કેરવીન શાહ ઇરાનના તહેરાનમાં છું, હું છેલ્લા 20 દિવસથી તહેરાનમાં છું. અહીં ઇન્ડિયન એમ્બેસી છે અને તેના અધિકારીઓ છે. તેઓ છેલ્લા 10 દિવસથી કહે છે કે, અમે તમારા માટે કંઇક કરીશું, ઇમેલથી સંપર્કમાં રહેજો. તેની જે પણ કંઇ પ્રોસેસ છે તે મેં કરી દીધી હોવા છતાં પણ કોઇ એક્શન લીધો નથી. આ લોકો કહી રહ્યા છે કે કોર્મશિયલ એરલાઇન્સ ચાલુ કરીશું. હું છેલ્લા 6 દિવસથી અહીં રોજ ત્રણ ત્રણ કલાક આવું છું અને વિનંતી કરૂ છું કે સર મારા માટે કંઇક કરો. મારા મમ્મી-પપ્પા કે જેની ઉંમર 62 આસપાસ છે પણ આ લોકો ઇચ્છી રહ્યા છે કે, તેમને કોરોના વાઇરસ ન થાય ત્યાં સુધી લઇ જવા માગતા નથી. 

ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ સમજે છે કે ભારતીય કમજોર છે
નથી કોઇ રસ્તો આપતા કે અમે જઇ શકીએ. આ લોકો પ્રાયોરીટી બેઝ પર 58 લોકોને જ લઇ જઇ શક્યા છે. 21 દિવસ પછી પણ હું અહીં ધક્કા ખાવ છું. પરંતુ અધિકારીઓ કહે છે કે, આજ કરીશું, કાલ કરીશું તેવા જ જવાબ આપી રહ્યા છે. માત્ર વાયદાઓ જ આપી રહ્યા છે. ઓલ ઓવર વર્લ્ડની બધી જ ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે. માત્ર ભારતની જ ફ્લાઇટ ચાલુ નથી થઇ કારણ કે તે લોકો સમજે છે કે ભારતીય કમજોર છે. અમારી પાસે હાલ ભોજનના પણ પૈસા નથી. અમે વેજીટેરીયન છીએ. અહીં બધુ નોનવેજ જ મળે છે. ફ્રૂટ અને વેજીટેબલ પર અમે જીવી રહ્યા છીએ. હું હાથ જોડીને વિદેશ મંત્રી અને વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, આર્મીનું પ્લેન મોકલો, અમારા માટે એક પણ ફ્લાઇટ નથી. બસ એમ જ કહેવામાં આવશે કે રાહ જુઓ પણ રાહ જોવા માટે અમારી પાસે કંઇ નથી. અમીત શાહ, નરેન્દ્ર મોદીને વિનંતી કરૂ છું કે અમારા માટે કંઇક કરો. પછી કંઇ થાય તો ઇન્ડિયન એમ્બેસી તહેરાન જવાબદાર ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો