તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CM રૂપાણીએ 591 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી અટલ સરોવરમાં નવા નીરનાં વધામણાં કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએમને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું - Divya Bhaskar
સીએમને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું
  • ડિઝાઇન અને પ્લાનિંગનું કામ અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયોને 5 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું
  • દેશના શહીદ સૈનિકોના પરિવારોને સહાયના ચેક વિતરણ કરવામાં આવશે

રાજકોટ: સીએમ વિજય રૂપાણી આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યારે CM રૂપાણીએ રૂપિયા 591 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. આ સાથે જ નવા 150 ફુટ રિંગ રોડ પર આવેલા અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કર્યાં હતા. આ તકે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો છે. નર્મદા ડેમ પ્રથમ વખત 137 મીટર સુધી પહોચી ગયો છે. દરવાજા લાગ્યા બાદ પ્રથમ વખત ડેમ સંપુર્ણ ભરાશે. તેમ જણાવ્યું હતું.
 

અમદાવાદની ડિઝાઇન સ્ટુડિયોને કામ આપવામાં આવ્યું હતું
રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સિટીની ડિઝાઇન અને પ્લાનિંગનું કામ અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયોને 5 કરોડ રૂપિયામાં આપવામાં આવ્યું હતું. આ કામ ગત મે માસમાં આપવામાં આવ્યું હતું અને ટેન્ડરની શરત મુજબ કામ છ માસમાં પૂરું કરવાનું હતું, પરંતુ તે કામ સવા વર્ષે પૂરું કરવામાં આવ્યું છે. ટેન્ડરની શરત મુજબ એજન્સીએ 15 નિષ્ણાંત ઇજનેરોની ટીમ રાજકોટમાં રાખી કામ કરવાનું હતું, પરંતુ એજન્સીએ રાજકોટ શહેરમાં ઓફિસ જ શરૂ ન કરી, જ્યારે અમદાવાદથી તેના માણસો કે એન્જિનિયરો આવ્યા ત્યારે મનપાની સ્માર્ટ સિટીની વેસ્ટ ઝોન કચેરીનો જ ઉપયોગ કરી કામગીરી કરી હતી. સૌથી મહત્ત્વની કામગીરી સરવે અને ટી.પી. સ્કીમ તૈયાર કરવાની હતી, પરંતુ તે કામગીરી પણ મનપાની ટાઉન પ્લાનિંગ શાખાએ કરી છે. આમ છતાં એજન્સીને અત્યાર સુધીમાં 3.50 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે અને બાકીની રકમ ટૂંક સમયમાં આપવા માટે મનપાના અધિકારીઓએ તૈયારી શરૂ કરી છે.

શહીદ જવાનોના પરિવારને રૂપાણીના હસ્તે ચેક વિતરણ
પૃથ્વીરાજ ચૌહાણ પ્રા.શાળા નં.48ના નવા બિલ્ડીંગ તથા વોર્ડ નં.13માં ડી.આઈ.પાઈપલાઈન નેટવર્કનુ ખાતમુહૂર્ત તેમજ વોર્ડ નં.10માં નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલ, 6 વેક્યુમ રોડ સ્વિપિંગ મશીન અને 51 મિનિ ટીપરવાનનુ લોકાર્પણ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના મામલતદાર કચેરી, રાજકોટ શહેર (પશ્ચિમ)નું લોકાર્પણ તથા રૂડા દ્વારા ઘનકચરા વ્યવસ્થાપન અર્થે 3 રેફ્યુજી કોમ્પેકટરનું લોકાર્પણ તેમજ રૂડાના ટી.પી.-10ના 18 મી. અને 12 મી. રોડ, વાવડીથી કાંગશિયાળીના બીટયુમિનસ રોડ અને હાઈ લેવલ બ્રિજ મળી કુલ રૂ.591.73 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિજયભાઇના હસ્તે કરવામાં આવ્યું છે.

ગોંડલમાં ભાગવત કથામાં રૂપાણીની હાજરી
 ગોંડલમાં રામજી મંદિર ખાતે રમેશભાઇ ઓઝાની ચાલતી ભાગવત કથામાં વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રમેશભાઇ ઓઝાએ ફૂલનો હાર પહેરાવી વિજયભાઇનું સ્વાગત કર્યું હતું. આજે કથાનો છેલ્લો દિવસ હોય વિજયભાઇ હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના કલેક્ટર પણ હાજર રહ્યા હતા.