ધોરાજી: ધોરાજી સેશન્સ કોર્ટે ગૌ હત્યાના કેસમાં આરોપી શખ્સને 10 વર્ષની સજા ફટકારી છે. ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જણાવ્યું હતું.
બે લાખ બે હજારનો દંડ પણ ફટકાર્યો
ધોરાજી સેશન્સ કોર્ઠે ગૌ હત્યા કેસની સુનવણી શરૂ થતા કોર્ટે ગૌ હત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત ધ્યાને લઇને આરોપી શખ્સ સલીમ કાદરને 10 વર્ષની સજા તથા બે લાખ બે હજારનો દંડની સજા ફટકારી છે. આ અંગે ધોરાજીના સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવે સમક્ષ ધોરાજીનો ગૌ હત્યાનો કેસની સુનવણી શરૂ થતાં કોર્ટે આરોપી સલીમ કાદરને ભારતીય દંડ સંહિતા કલમ 379 429 તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ કલમ 2017ની કલમ 8 મુજબ તકસીરવાન ઠરાવી અને રૂપિયા 1 લાખ 2 હજારનો દંડ તથા 10 વર્ષની સજા ફરમાવ્યો છે.
વાછડી કાપી અને તેની બિરયાની બનાવી હતી
આ કેસમા આરોપીના ઘરે પોતાની દીકરીના લગ્ન હતાં તેમણે ફરિયાદી સતારભાઈ માજોઠીના ઘરેથી વાછડી ચોરી હતી અને આ વાછડી કાપી અને તેની બિરયાની બનાવી તેમના લગ્નમાં આવેલા મહેમાનોને મીજબાની આપી હતી. આ અંગે ફરિયાદી સતારભાઈ માજોઠીએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગુનો નોંધી અને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આ કામમાં તપાસ થયેલા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ધોરાજીના વેટરનરી ઓફિસર ઠુંમર તરફથી મળેલા અવશેષો ગૌવંશ હોવાના પ્રમાણભૂત આધારો અને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનની સરકારી વકીલની દલીલ તથા અન્ય તમામ સંજોગો ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ આરોપી સલીમ કાદરને દસ વર્ષની સજા અને રૂપિયા એક લાખ બે હજારનો દંડ ફરમાવ્યો છે. ગૌ હત્યા કેસ મામલાના સુધારા અધિનિયમ પછીની આ રાજ્યની સૌપ્રથમ સજા હોવાનું પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.