તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના યુવાને મિસ્ટર ઈન્ડિયા આઇકોનિક પર્સનાલિટી 2019ના પ્રથમ રનર્સ અપનો ખિતાબ મેળવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રોફી સાથે દીપ રાજપરા - Divya Bhaskar
ટ્રોફી સાથે દીપ રાજપરા
  • અગાઉ યુવાને સંપૂર્ણ લાઇફ સ્ટાઇલ ફાસ્ટ ફોરવર્ડનું પ્રમાણપત્ર મેળવ્યું હતું

ગોંડલ: અમદાવાદની હાઈટમ હોટલ ખાતે મિસ્ટર એન્ડ મિસિસ ઈન્ડિયા આઇકોનિક પર્સનાલિટી 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોંડલના દીપ રાજપરાએ ફર્સ્ટ રનર્સ અપનો ખિતાબ મેળવી શહેર સાથે પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ કોમ્પિટિશનમાં દેશભરમાંથી 45 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દીપ રાજપરાને બિગ બોસ ફેમ આર.સી. ખાન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ દીપ રાજપરાએ રાજકોટ ખાતે જેસીઆઈ સિલ્વર દ્વારા સંપૂર્ણ લાઇફ સ્ટાઇલ ફાસ્ટ ફોરવર્ડનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. તેઓની આ સિદ્ધિથી સોની સમાજ ગૌરવની લાગણી અનુભવી શુભેચ્છા પાઠવી હતી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)