તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMના પત્ની સહિત ભાજપના નેતાઓ ગણપતિને ટ્રાફિક પોલીસની ટ્રોલીમાં ટોઈંગ કરીને લાવ્યા, પોલીસ કમિ.અજાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીએમની પત્નીએ બાપાની આરતી ઉતારી - Divya Bhaskar
સીએમની પત્નીએ બાપાની આરતી ઉતારી
  • ગત વર્ષે પણ બાપાને ટોઇંગ ટ્રોલીમાં લાવ્યા હતા અને નીતિન ભારદ્વાજ ડ્રાઇવર બન્યા હતા
  • આ વર્ષે પણ ભાજપના ગણપતિ સ્થાપનમાં ટ્રાફિક ટ્રોલીમાં નીતિ નિયમો નેવે મુકાયા

જીજ્ઞેશ કોટેચા, રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં આજે ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે. જેને પગલે બીજેપી દ્વારા રાજકોટમાં 9 દિવસ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં છે. આ દરમિયાન મેયર બંગલોથી રેસકોર્ષ મેદાન સુધી દુંદાળા દેવની સ્થાપના કરવા માટે મૂર્તિ લઈ જવામાં આવી હતી. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે, ખુદ સીએમના પત્ની અને મેયર પણ હાજર હતા અને બીજેપીના સ્થાનિક નેતાઓની હાજરીમાં આ મૂર્તિ ટોઈંગ વાનમાં લઈ જવામાં આવી હતી. ભાજપ ગણપતિની સ્થાપના કરે તો કોઇ નીતિ નિયમ નડતા નથી અને બેરોકટોક સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે તે ફરી એક વખત સાબિત થયું છે.

મને આવી કોઈ જાણ નથીઃ શહેર પોલીસ કમિશનર
આ અંગે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે DivyaBhaskar સાથેની વાતચીતમાં સીએમના પત્નીની હાજરીમાં પોલીસની ટોઈંગ વાનમાં નીકળેલા ગણપતિ અંગે અજાણતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને આવી કોઈ જાણ નથી, તમારી પાસે કોઈ ફોટો કે વિગતો હોય તો મને મોકલો.

ગત વર્ષે પણ બાપાને ટોઇંગ ટ્રોલીમાં લાવ્યાં હતા અને નીતિન ભારદ્વાજ ડ્રાઇવર બન્યા હતા
રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્વારા ટોઈંગ વાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજે ગણપતિને ટોઈંગ થયેલા જોઈને એવું લાગે છે કે, વાહનોને બદલે હવે ભાજપ ગણપતિને ટોઈંગ કરી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, વિવાદાસ્પદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, નીતિન ભારદ્વાજ સહિતના અનેક ભાજપી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગત વર્ષે પણ આ જ રીતે બાપાને લઇ આવ્યા હતા અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ ટોઇંગ વાહનના ડ્રાઇવર તરીકે નજરે પડ્યાં હતા.

કોન્ટ્રાક્ટરના વાહનોનો ઉપયોગ, ટ્રાફિક ટ્રોલી વાહનો ટોઇંગ કરવા માટે હોય છે
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા ટ્રાફિક ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભાજપની સત્તા હોય એટલે વાહનોનો ગેરઉપયોગ થઇ રહ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. અન્ય ગણપતિ સ્થાપકો બાપાની મોટી મૂર્તિ લાવવા પ્રાઇવેટ વાહનો ટ્રક, ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યાં છે. જ્યારે ભાજપે સત્તાના મદમાં કોન્ટ્રાક્ટરના વાહનોનો ઉપયોગ કરી રહી છે અને ટ્રાફિક ટ્રોલીને બાપામાં લઇ જતા જોઇ રાહદારીઓમાં ગણગણાટ જોવા મળ્યો હતો. જાણે બાપાને ટોઇંગ કર્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.