તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં આવેલા ચાર શખ્સોએ બોટાદના વેપારી પાસેથી લાખો રૂપિયાના હીરા લૂંટ્યા, ઠેર ઠેર નાકાબંધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિલ્વર કલરની કારમાં ચાર શખ્સો આવ્યા હોવાનું વેપારીનું રટણ

રાજકોટ: જસદણ-ભાવનગર હાઇવે પર હીરાનો વેપારી લૂંટાયો હતો. સિલ્વર કલરની કારમાંથી ચાર શખ્સોએ લાખો રૂપિયાના હીરાની લૂંટ ચલાવી હતી. જસદણ નજીક આ લૂંટ ચલાવવામાં આવી હતી. બોટાદના હીરાના વેપારી લૂંટાતા રાજકોટ જિલ્લા પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. તમામ તાલુકાની હદ પર નાકાબંધી કરવામાં આવી છે. ચારેય શખ્સો સિલ્વર કલરની કારમાં આવ્યા હોવાનું વેપારી રટણ કરી રહ્યા છે.