તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • For The First Time, Celebration Of Yoga On 10 Historic Monuments Of Rajkot City district

સૌ પ્રથમ વખત રાજકોટ શહેર-જિલ્લાની 10 ઐતિહાસિક ધરોહર પર યોગ દિનની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરના પાંચેય સ્વીમિંગ પુલમાં 900 મહિલા એકવાયોગ કરશે

રાજકોટ: ભારતે કરેલી ભલામણ બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2014ના વર્ષમાં 21, જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યા બાદ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે પહેલી જ વખત 10 ઐતિહાસિક સ્થળનો સમાવેશ કરાયો છે. આ સ્થળોએ 15-15 ભાઇ-બહેનોનાં ગ્રૂપ ઐતિહાસિક સ્થળોએ યોગ કાર્યક્રમો કરશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ જે.વાઘેલાએ જણાવ્યું છે. 

900 મહિલાઓ સંગીતના સથવારે એક્વા યોગ કરશે
રાજકોટ શહેરમાં પાંચ સ્થળે યોગની ઉજવણી થવાની છે. જેમાં રેસકોર્સ મેદાન, કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસજી આશ્રમ સામેના મેદાનમાં, પારડી રોડ પર આવેલા આરએમસી ક્વાર્ટર સામેના મેદાનમાં, નાનામવા ચોકડી પાસેના મલ્ટિ એક્ટિવિટી સેન્ટર સામેનું મેદાન અને સાધુ વાસવાણી રોડ પર આવેલા રાજ પેલેસ સામેના મેદાનમાં યોગની ઉજવણી થશે. ગત વિશ્વ યોગ દિવસ પર શહેરના એક માત્ર સ્વિમિંગ પૂલમાં એક્વા યોગનો કાર્યક્રમ થયો હતો. ત્યારે આ વર્ષે શહેરનાં પાંચેય સ્વિમિંગ પૂલ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું છે. શહેરના પાંચેય પૂલમાં કુલ 900 મહિલા, યુવતીઓ સંગીતના સથવારે 45 મિનિટ સુધી વિવિધ આસનો સાથે એક્વા યોગ કરશે.

આ ઐતિહાસિક સ્થળોએ ઉજવણી

 1. રાજકુમાર કોલેજ, રાજકોટ
 2. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ
 3. કબા ગાંધીનો ડેલો, રાજકોટ
 4. મહાત્મા ગાંધી મ્યુઝીયમ, રાજકોટ
 5. કલાત્મક છત્રી, રાજકોટ
 6. ભુવનેશ્વરીપીઠ, ગોંડલ
 7. ઓસમ પર્વત, પાટણવાવ
 8. મુરલી મનોહર મંદિર, સુપેડી
 9. ઘેલાસોમનાથ, જસદણ
 10. મીનળદેવી વાવ, વીરપુર