તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પનીર સબજીમાંથી હાડકું નીકળતા ફૂડ વિભાગના આર્યા રેસ્ટોરન્ટમાં દરોડા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સડેલા શાકભાજી. - Divya Bhaskar
સડેલા શાકભાજી.

રાજકોટ: ધુળેટીના પર્વ પર પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા પરિવારે પનીર સબજીનો ઓર્ડર કર્યો હતો તેમાં હાડકું નીકળતા રેસ્ટોરન્ટમાં રહેલા લોકોએ તેમના પરિવાર સાથે ગેરવર્તણૂક કરતા પોલીસ બોલાવી હતી. મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે બુધવારે સાંજે રેસ્ટોરન્ટમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં હાડકું મળ્યું નથી, પરંતુ વાસી પનીરનું શાક સહિત 15 કિલો ખાદ્યપદાર્થનો નાશ કરાયો હતો.
રેસકોર્સ રિંગ રોડ કિસાનપરા ચોક નજીક આવેલા આર્યા ફેમિલી રેસ્ટોરન્ટમાં રાજસિંહ બારડ તથા તેમનો પરિવાર ભોજન માટે બુધવારે ગયા હતા. ત્યારે પનીર સબજીનો ઓર્ડર કર્યો હતો. ભોજન થાળીમાં પીરસવામાં આવ્યું ત્યારે તેમાં હાડકાં જેવુ કંઇક દેખાયું હતું જે તપાસ કરતા હાડકું જ હોવાનું રાજસિંહે જણાવ્યું હતું. આ અંગે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટમાં રહેલા અન્ય લોકોએ તેમની સાથે ખરાબ વ્યવહાર કરતા પોલીસને બોલાવાઈ હતી. મનપાના ફૂડ ઓફિસર મહેન્દ્રસિંહ વાઘેલાએ આર્યા રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન 4 કિલો સડેલા ટમેટાં, 2 કિલો પનીર, 3 કિલો ડુંગળી, 2 કિલો સડેલા રીંગણા સહિતની સામગ્રીનો નાશ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો