તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Flower Show To Be Held In 50 Thousand Square Meters, Over 50 Sculptures, Grand Planning From 24 To 26 January

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 હજાર ચોરસ મીટરમાં થશે ફ્લાવર શો, 50થી વધુ સ્ક્લ્પચર્સ, 24થી 26 જાન્યુઆરીએ ભવ્ય આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ગાર્ડન એએસરીઝ, વન્ય, ખેતીની પેદાશોનું વેચાણ, ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે

રાજકોટઃ મહાનગરપાલિકાએ આગામી 24થી 26 જાન્યુઆરી દરમિયાન બહુમાળી ભવન સામે રેસકોર્સ ગાર્ડનમાં ફ્લાવર શોનું આયોજન કર્યું છે. ફ્લાવર શો અંદાજે 50 હજાર ચોરસ મીટર જગ્યામાં કુદરતી વાતાવરણ વચ્ચે ઊભો કરવામાં આવશે. જેમાં અંદાજે 50 જેટલા સ્ક્લ્પચર્સ ઊભા કરાશે અને અલગ અલગ પ્રકારના સ્ટોલ રાખવામાં આવશે. જેમાં ખાણીપીણી, ગાર્ડનના સાધનો, વન્ય અને ખેત પેદાશોનું વેચાણ થશે. ફ્લાવર શોમાં અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને ત્રણ દિવસમાં 4 લાખથી વધુ લોકો મુલાકાતે આવશે તેવો અંદાજ છે.

ખાદ્ય સામગ્રી સહિતની સ્ટોલ રાખવામાં આવશે
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ શહેરમાં થઇ રહી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાએ ફ્લાવર શોનું આયોજન કર્યું છે. 24થી 26 જાન્યુઆરી દરમિયાન સવારે 10થી રાત્રીના 10 વાગ્યા સુધી ફ્લાવર શો યોજાશે જેમાં ગુજરાત ઉપરાંત કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોની નર્સરી ભાગ લેવા માટે આવશે. આ માટે મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી દીધી છે અને જુદા જુદા સ્ટોલની જાહેર હરાજી 15 જાન્યુઆરીએ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન મિટિંગ હોલમાં રાખવામાં આવી છે. મનપા ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત ગાર્ડન એસેસરીઝ, વન્ય અને ખેતીની પેદાશો વેચાણ સહિતની સામગ્રીના સ્ટોલ રાખવામાં આવશે.

વિવિધ સ્કલ્પચર જોવા મળશે
રાજકોટ મહાનગરપાલિકા ફ્લાવર શોનું 50 હજાર ચોરસ મીટર જગ્યામાં આયોજન કરશે. જેમાં 50થી વધુ જુદા જુદા પ્રાણી, પક્ષી તેમજ અન્ય સ્ક્લ્પચર્સ ઊભા કરવામાં આવશે. ફ્લાવર શોમાં શહેરીજનોને વિવિધ જાતના રંગબેરંગી પુષ્પો, લત્તાઓ, પુષ્પોથી બનાવાયેલા પ્રાણીઓ–પક્ષીઓની પ્રતિકૃતિઓ અવનવા આકારો, ,મેનક્રીચર્સ, અક્વેટિક પ્લાન્ટ્સ, કેકેટસ , બોનસાઇ,, ઓર્કિડ-વેરાઇટી , કલરફૂલ ફોલિયેઝ પ્લાન્ટ્સ, પેરેનિયલ પુષ્પો, પામ વેરાઇટી, મલ્ટિ કલર રોઝ વેરાઇટી, જેરોફાયટિક પ્લાન્ટ્સ, સક્યુલટ્સ, બલ્બીસ પ્લાન્ટ્સ, જ્યુનિપેરસ પ્લાન્ટ્સ, મેડિસિનલ પ્લાન્ટ્સ તેમજ અવનવા પુષ્પો વગેરેની અંદાજે 70થી વધુ  જાતના પ્લાન્ટ્સ સુશોભન કરેલા જોવા મળશે. આ ફ્લાવર-શોમાં રાજકોટ અને રાજકોટ બહારથી આવનાર પ્રકૃતિપ્રેમીઓને સારી જાતના બહોળી સંખ્યામાં વેરાઇટી વાળા વિવિધતા સભર પ્લાન્ટ્સ, ફૂલછોડ, બગીચા માટેના ઓજાર , બીજ, અન્ય આઇટેમ્સ,  તેમજ વન્ય પેદાશો અને  ઓર્ગેનિક ઉત્પાદનો મળી રહે તેવા સ્ટોલની સુવિધાઓ આપવાનો પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો