તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રથમ નોરતે રમવાના ઓરતા અધૂરા રહ્યા, ભારે વરસાદને કારણે અર્વાચીન રાસોત્સવ રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે પણ વરસાદ પડવાનું ચાલુ રહેતા અર્વાચીન રાસોત્સવના સ્થળે હજારો ખેલૈયા અને લોકોની ભીડને બદલે ખાલી ખુરશીઓ જોવા મળી હતી. મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. - Divya Bhaskar
રવિવારે પણ વરસાદ પડવાનું ચાલુ રહેતા અર્વાચીન રાસોત્સવના સ્થળે હજારો ખેલૈયા અને લોકોની ભીડને બદલે ખાલી ખુરશીઓ જોવા મળી હતી. મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા.
  • પ્રાચીન ગરબી મંડળના સંચાલકોએ માતાજીની આરતી કરીને શુકન સાચવ્યું
  • સવારથી રાત સુધી વરસાદ ચાલુ રહેતા અર્વાચીન રાસોત્સવ બંધ રાખવા પડ્યા

રાજકોટઃ નોરતામાં રમવા માટે ખેલૈયાઓએ પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી, પણ આ તૈયારી પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું હતું. રવિવારે પ્રથમ નોરતે સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. સાંજે વરસાદ રહી જતા ખેલૈયાઓના મનમાં થોડી આશા જાગી હતી, પણ ફરી પાછો વરસાદ શરૂ થતા આ લોકોની આશા આખરે નિરાશામાં પલટી હતી. ગ્રાઉન્ડમાં ભરાયેલા વરસાદી પાણીમાં પણ ખેલૈયાઓ રમી શકે તે માટે આયોજકોએ છેલ્લે સુધી પ્રયત્નો કરી લીધા હતા. ગ્રાઉન્ડ પર માટી, મોરમ વગેરે પાથર્યા હતા. 

તમામ ગ્રાઉન્ડ સહિત ખેલૈયાઓના મુડ પર પાણી ફરી વળ્યું
આખરે મોડી સાંજે આયોજકોએ ગરબા રદ કર્યાની સત્તાવાર જાહેરાત કરી હતી. સત્તાવાર જાહેરાત બાદ ખેલૈયાઓના રમવાના ઓરતા અધૂરા રહ્યા હતા. ભારે વરસાદને કારણે અર્વાચીન રાસોત્સવ બંધ રહ્યા હતા. તમામ ગ્રાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા. અર્વાચીન રાસોત્સવ ઉપરાંત પ્રાચીન ગરબીઓ પણ બંધ રહી હતી. પ્રથમ નોરતું હોય મુહૂર્ત સચવાઈ જાય તે માટે પ્રાચીન ગરબીમાં માતાજીની આરતી કરાઈ હતી. પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ બંધ રહેતા ખેલૈયાઓ અને ગરબે રમતી બાળાઓ ગરબે રમી શક્યા ન હતા. 

રવિવારે રાસોત્સવ બંધ, આજે વાતાવરણ જોઈને નિર્ણય

  • ખોડલધામના ચારેય ઝોનમાં રાસોત્સવ બંધ, સરગમના ગોપી અને કનૈયાનંદ રાસોત્સવ બંધ રહ્યા
  • સહિયર રાસોત્સવમાં આરતી કરી ખેલૈયાઓની સેફ્ટી માટે દાંડિયા રમાડવાનું કેન્સલ કર્યું
  • જૈનમ સમાજમાં આયોજન બંધ રહ્યું હતું. આજની પરિસ્થિતિ હવે જાહેર કરવામાં આવશે
  • ક્લબ યુવી દ્વારા આયોજિત રાસોત્સવ પ્રથમ દિવસે રદ કરવામાં આવ્યું હતું