કોટડાસાંગાણી / કળિયુગી સસરો 5 વર્ષથી પુત્રવધૂ પર દુષ્કર્મ આચરતો, એક જેઠાણી ચોકી પહેરો કરતી બીજી સસરાના તાબે કરવા દેરાણીને પકડી રાખતી

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પતિ ભાભી સાથે આડાસંબંધ ધરાવતો હતો
  • પત્ની જ્યારે ફરિયાદ કરે ત્યારે કહેતો કે, તારે દીકરી જ છે, દીકરો તો જોઇએ જ! પપ્પા સાથે સંબંધ રાખવા જ પડશે

Divyabhaskar.com

Oct 10, 2019, 01:04 PM IST

રાજકોટ:કોટડા સાંગાણીના રામોદ ગામે નિવૃત શિક્ષક એવા કળિયુગી સસરાએ પુત્રવધુ પર નજર બગાડી છેલ્લા પાંચ વર્ષથી બળજબરી કરી પરિવારજનોની મદદથી દુષ્કર્મ ગુજારતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે. આમ તો શિક્ષકને ગુરૂનો દરજ્જો આપવામાં આવે છે અને શિક્ષક જ છાત્રોનું ઘડતર કરી સમાજને સારા નાગરિક પુરા પાડે છે. તો બીજી તરફ પુત્રવધુઓ સસરાને પિતાનો દરજ્જો આપે છે. ત્યારે કોટડાસાંગાણીના રામોદમા એક પૂર્વ શિક્ષક અને સસરાની હેવાનિયત સામે આવતા ઠેર ઠેરથી ફિટકાર વરસી રહ્યો છે.હાલ તો પોલીસે દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી છે.

પુત્રવધૂ અને તેની દિકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો
પોલીસ સુત્રોના જણાવ્યા મૂજબ રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ તેમના સસરા, પતિ અને તેમની બે જેઠાણી વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ડોઢેક વર્ષથી ગોંડલમાં ગુંદાળા ફાટક પાસે રહેતા સસરા ગોંડલથી રામોદ આવે ત્યારે ભોગ બનનાર પર ખરાબ નજર કરતો હોય જે અંગેની વાત તેમના પતિને કરી હતી. પરંતુ પતિને જેઠાણી સાથે આડા સબંધ હોય તેના કારણે પતિ ઘરમાં ધ્યાન આપતો નહિ ઉલ્ટાનો જણાવતો કે તારે પુત્રી જ છે, પુત્ર પણ હોવો જરૂરી છે. હું પુત્ર કરું કે પપ્પા શું ફેર પડે? દીકરો હોવો જ જોઈએ તેમ કહેતો હતો અને સસરો કોઈ ઘરે ન હોય ત્યારે આવીને પુત્રવધુ પર અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. ત્યારે કુટુંબી જેઠાણી ઘરની બહાર ધ્યાન રાખતા અને તાબે ન થતા અન્ય જેઠાણી પકડી રાખતી અને સસરા દુષ્કર્મ ગુજારતા હતા. આ વાત કોઈને કહીં તો તેમને અને તેની પુત્રીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સમગ્ર મામલે પતિને અનેક વખત કહેવા છતાં તેમના પપ્પા સાથે સબંધ રાખવો જ પડશે તેવું જણાવતો હતો. પુત્રવધુ ઘર ન ભાંગે તેની બીકે છેલ્લા પાંચ વર્ષથી હવસના ભૂખ્યા રાક્ષસ સમા સસરાના તાબે થતી રહી હતી. પોતાના દુ:ખની વાત અનેક વખત પતિ ને કર્યા છતાં ધ્યાને લેવાને બદલે તેમના પપ્પા સાથે સબંધ રાખવાની ફરજ પાડતો રહ્યો હતો. પરિવારજનો નિવૃત શિક્ષક ઘરના મોભી સામે અવાજ ઉઠાવવાને બદલે નિર્દોષ મહિલાને ધમકાવતા રહ્યા હતા. હાલ તો આફતગ્રસ્ત મહિલાના પતિ, 62 વર્ષીય નરાધમ સસરા અને બન્ને જેઠાણી વિરુદ્ધ આઇપીસી 376(2)(n), 506(2), 114 મુજબ ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નિવૃત્ત શિક્ષકે ગુરુની ગરિમા અને સસરાનું પિતૃત્વ લજવ્યું
નિવૃત્ત શિક્ષકની હવસવૃતિએ ગુરુની ગરીમા લજવી છે. એટલું જ નહીં સસરાને પિતા તુલ્ય માનતી પુત્રવધુ સાથે હેવાનિયત આચરી પિતૃત્વને પણ લાંછન લગાડ્યું છે. સામાજીક અધ:પતન નોતરતી આ ઘટના આફતગ્રસ્ત પુત્રવધુ અને તેના પરિવાર માટે વજ્રઘાત સમાન છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી