સુવિધા / ફાસ્ટેગનું સ્ટિકર 5 વર્ષ સુધી ચાલશે, તે એક વોલેટ છે, ખાતા સાથે લિંકઅપની જરૂર નથી

ફાસ્ટેગ સિવાયની લેનમાં વાહનોની લાઈનો લાગી.
ફાસ્ટેગ સિવાયની લેનમાં વાહનોની લાઈનો લાગી.

  • કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલટેક્સ ફરજિયાત કર્યો
  • બેન્કોમાં અને તેની વેબસાઇટ પર ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય
  • કોઈ સમસ્યા હશે તો તેની ફરિયાદ ઓનલાઈન જ કરવાની રહેશે

Divyabhaskar.com

Jan 16, 2020, 02:14 AM IST
રાજકોટ: ફાસ્ટેગ ખુદ એક એક વોલેટ છે તેને બેન્ક એકાઉન્ટ સાથે લિંકઅપ કરાવવાની કોઇ જરૂર નથી. એક સ્ટિકર પાંચ વર્ષ સુધી ચાલશે. ફાસ્ટેગની મુદત વધતા સ્ટિકર લગાવનારા વાહનચાલકોની સંખ્યા 30 ટકા વધી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના સરવે મુજબ હાલ અત્યારે રાજકોટમાં 52 ટકા વાહનચાલકોએ ફાસ્ટેગ પોતાના વાહનમાં લગાવ્યું છે.
બેન્કોમાં અને તેની વેબસાઇટ પર ઓનલાઈન ફાસ્ટેગ ખરીદી શકાય છે. બેન્ક અધિકારીઓના જણાવ્યા મુજબ બેન્કને ફાસ્ટેગની સપ્લાય ઝડપથી મળતી નથી. ઓર્ડર લખાવ્યા બાદ ત્રણ ચાર દિવસે ફાસ્ટેગ મળે છે.રાજકોટની એસબીઆઇ મારફતે 500 થી વધુ ફાસ્ટેગ એલોટમેન્ટ થયા છે. ઝડપથી ફાસ્ટેગ મળી રહે તે માટે લોકો ઓનલાઈન કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ચાર્જ કરતા વધુ પૈસા વિડ્રોલ થઈ ગયા હોય કે અન્ય કોઈ ફરિયાદ હશે તો તેની સમસ્યા ઓનલાઈન જ કરવાની રહેશે. જો કે હજુ ફાસ્ટેગને લઈને કોઈ ફરિયાદ હજુ સુધી આવી નહીં હોવાનું બેન્કના અધિકારીઓ કહે છે.
આ ડોક્યુમેન્ટ વિના ફાસ્ટેગ મળશે નહીં
આર.સી. બુક,વ્હિકલ નંબર આવી જાય તેવો એક ફોટો, અરજદારનો ખુદનો ફોટો, આધારકાર્ડ, આધારકાર્ડમાં એડ્રેસ પ્રૂફ ન હોય તો પાનકાર્ડ અને જન્મતારીખ ન નોંધાયેલી હોય તો તેનો પુરાવો, ડ્રાઈવિંગ લાઇસન્સ
ફાસ્ટેગ વિનાના વાહનો આડેધડ ઘૂસ્યાં
કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો, પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. રાજ્યભરમાં બુધવારથી ટોલગેટ પરથી પસાર થતા ટેક્સપાત્ર વાહનોમાં ફાસ્ટેગનો નિયમ લાગુ કરી દેતા સવારથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.
રાજકોટથી જૂનાગઢ-સોમનાથ જતા રસ્તામાં ભરૂડી અને પીઠડિયા ટોલનાકે બુધવારે સવારથી ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ આડેધડ લાઈન કરી દેતા 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો જેના કારણે જે વાહનમાં ફાસ્ટેગ લગાવેલું હતું તે વાહનચાલકોએ પણ કલાકો સુધી રાહ જોવી પડી હતી. બંને ટોલગેટ પર 1 લાઈન કેશમાં ટેક્સ ભરવાની અને બાકીની 5 લાઈન ફાસ્ટેગની કરી દેતા જે વાહનોમાં ફાસ્ટેગનું સ્ટિકર લગાવેલું ન હતું તે વાહનો પણ ફાસ્ટેગની લાઈનમાં ઘૂસી જતા ટ્રાફિક જામ થયો હતો. રોકડમાં ટોલટેક્સ સ્વીકારવાની એક જ લાઈન રાખતા વાહનચાલકો હેરાન થયા હતા. ફાસ્ટેગ વિનાના વાહનચાલકોએ નિયત કરતા બમણો ટેક્સ ચૂકવવો પડ્યો હતો.
વાહન પ્રમાણે જુદા જુદા કલરનું સ્ટિકર
વાહન પ્રકાર કલર ટેગ ફી ડિપોઝિટ ફર્સ્ટ ટાઈમ
કાર,વેન, જીપ વાયોલેટ 100 200 200
મિનિ લાઈટ કોમર્શિયલ વાહન વાયોલેટ 100 200 200
લાઈટ કોમર્શિયલ વ્હિકલ ઓરેન્જ 100 300 200
બસ,ટ્રક, 3 એક્સેલ યલો 100 700 500
બસ, ટ્રક,2 એક્સેલ ગ્રીન 100 400 300
ટ્રક, ટ્રેલર, 4-5-6 એક્સેલ પિંક 100 1000 600
ટ્રક 7 એક્સેલ અને તેથી વધુ બ્લૂ 100 1000 600
અર્થ મૂવિંગ અને હેવી બ્લેક 100 1000 1000
X
ફાસ્ટેગ સિવાયની લેનમાં વાહનોની લાઈનો લાગી.ફાસ્ટેગ સિવાયની લેનમાં વાહનોની લાઈનો લાગી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી