તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

21 દિવસમાં રાજકોટમાં ભૂકંપનો બીજો આંચકો, એપી સેન્ટર પણ એક જ સરખું

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • 10 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપના સેન્ટરથી માત્ર 3 કિ.મી.એ નવું એપી સેન્ટર
  • સવારે 8 કલાકે સિસ્મોલોજી સેન્ટર પર 2 રિક્ટર સ્કેલનો ધરતીકંપ નોંધાયો

રાજકોટઃ રાજકોટમાં 10 ફેબ્રુઆરીએ 2.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો હતો. રાજકોટમાં આ ઘણા સમય પછીનો ધરતીકંપ હતો પણ તેના 21મા દિવસે ફરી એક હળવો આંચકો અનુભવાયો છે પણ બંનેમાં સામ્યતા એ છે કે તે એક જ એપીસેન્ટર પરથી ઉદભવ્યા છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે સવારે 8 કલાકે ધરતીકંપ નોંધાયો છે જેનું એપીસેન્ટર  રાજકોટથી 28 કિ.મી. દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં મોરબી પાસે આવેલું છે. આ એપી સેન્ટરની તપાસ કરાતા 10મીએ આવેલા ભૂકંપના એપીસેન્ટરથી માત્ર 3 જ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું છે. 10મીએ જે ભૂકંપ આવ્યો હતો તેનું એપીસેન્ટર મોરબીના વીરવાવથી આગળ હતું, જ્યારે સોમવારે આવેલો ભૂકંપ વીરવાવની બીજી તરફ નોંધાયો છે બંને એટલા નજીક છે કે તેને એક જ વિસ્તારના એપીસેન્ટર કહી શકાય છે.

કચ્છથી નજીક હોવાથી ભૂકંપના આંચકા વધ્યા 
પૃથ્વીના કેન્દ્રમાં જે મેગ્મા છે તે બહાર નીકળવા માટે પ્રેશર કરે ત્યારે ધરતીના ક્રસ્ટ પર પ્રેશર વધતા કંપન આવે છે જ્યાંથી પ્રેશર બને તે એપીસેન્ટર અને તેને કારણે વર્તુળાકાર તરંગો ઉદભવે તે અલગ દિશાઓમાં ભૂકંપ લાવે છે. એક જ એપીસેન્ટર પરથી બે વખત ભૂકંપ આવવાનું કારણ ત્યાં આ પ્રક્રિયા ચાલતી હોવાનો સંકેત છે તેથી ભવિષ્યમાં પણ ભૂકંપ આવી શકે છે. કચ્છના વિસ્તારમાં ભૂકંપ વધુ આવે છે અને આ વિસ્તાર તેની નજીક હોવાથી ત્યાં સુધી અસર પહોંચી રહી છે. - પ્રભાચર ચૌધરી, નિવૃત્ત ભૂસ્તરશાસ્ત્રી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો