રાજકોટ / 8 લાખના લાંચ પ્રકરણમાં Dy.SP જે.એમ. ભરવાડની ACB દ્વારા 9 કલાક પૂછપરછ

રાજકોટ એસીબી સમક્ષ હાજર થયેલા ડીવાયએસી
રાજકોટ એસીબી સમક્ષ હાજર થયેલા ડીવાયએસી

  • ત્રણ માસથી ફરાર ડીવાયએસપી રાજકોટ એસીબી સમક્ષ હાજર થયા

Divyabhaskar.com

Nov 08, 2019, 10:19 PM IST

રાજકોટ: છેલ્લા ત્રણ માસથી ફરાર જેતપુરના Dy.SP જે.એમ. ભરવાડ રાજકોટ ACB (એન્ટી કરપ્શન બ્યુરો) સમક્ષ હાજર થયા હતા. જેમની આજે 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને આવતી કાલે ફરી પૂછપરછ કરવામાં આવશે. 3 માસ દરમિયાન તેઓ ક્યાં ક્યાં રહ્યા તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ જે.એમ. ભરવાડ હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. ત્રણ માસ પહેલા અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં સહ આરોપી તરીકે જેતપુરના Dy.SP ભરવાડનું નામ પણ ખૂલ્યું હતું.
આરોપીને માર ન મારવા લાંચની માગણી કરી હતી
છેલ્લા ત્રણ માસથી તેઓ ફરાર હતા ત્યારે બે દિવસ પૂર્વે સુપ્રિમ કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરતાં તેઓ એસીબી સમક્ષ હાજર થયા હતા. હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર ન મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે 10 લાખની માગણી કરી હતી. બાદમાં આઠ લાખ આપવાનું નક્કી થયું હતું. કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ આઠ લાખની રકમ મેળવી હતી. જે રોકડ રકમ સાથે અમદાવાદ એસીબીએ ત્રણ માસ પૂર્વે તેની ધરપકડ કરી હતી.

જ્યારે બોલાવવામાં આવશે ત્યારે હાજર થઇશ
Dy.SP જે. એમ. ભરવાડે જણાવ્યુ હતુ કે, મને જ્યારે જ્યારે બોલાવવામાં આવશે ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ હું હાજર થઇશ.મારુ નિવેદન નોંધવામાં આવ્યું છે. હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. આવતી કાલે પણ નિવેદન લેવા માટે બોલાવવામાં આવ્યો છે.મને જે પૂછવામાં આવ્યું તેના મેં જવાબ આપ્યા છે.

X
રાજકોટ એસીબી સમક્ષ હાજર થયેલા ડીવાયએસીરાજકોટ એસીબી સમક્ષ હાજર થયેલા ડીવાયએસી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી