તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂડાની આવાસ યોજનાના ફોર્મ ભરવામાં 10થી 75 હજારની ડિપોઝિટ વસૂલ કરતા અરજદારોની મુશ્કેલી વધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • મનપાના 3078 આવાસ સામે 16960, રૂડાના 3978 માટે 380 ફોર્મ ભરાયા

રાજકોટઃ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળે ઇડબ્લ્યુએસ-1, ઇડબલ્યુએસ-2, એલઆઇજીઅને એમઆઇજીના 3978 આવાસની ફાળવણી માટે ફોર્મ બહાર પાડ્યા છે અને સાથે 10 હજારથી 75 હજાર સુધીની ડિપોઝિટ જમા કરવાનો નિયમ રાખ્યો છે. રૂડાના 7000 ફોર્મનું વેચાણ થયું છે તેની સામે માત્ર 380 ફોર્મ પરત આવ્યા છે. બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાએ પણ આ જ કક્ષાના આવાસ માટે ફોર્મ બહાર પાડ્યા છે અને ફોર્મ વેચાણ ચાલુ છે, પરંતુ ડિપોઝિટ જમા કરવાનો કોઇ નિયમ નથી. જેના પગલે મનપાના 39660 ફોર્મનું વેચાણ થયું છે અને 16960 ફોર્મ પરત આવ્યા છે. રૂડા ડિપોઝિટ લેતું હોવાથી તેના ફોર્મ ઓછા પરત આવ્યા છે આમ છતાં રૂડાએ એવી જાહેરાત કરી છે કે, ડિપોઝિટ તો વસૂલ કરાશે.

ડિપોઝીટની મોટી રકમ હોવાથી ફોર્મ પરત આવવાની શક્યતા ઓછી
રાજકોટ મનપાના વન બીએચકેના 542 આવાસના 15600 ફોર્મનું વેચાણ થયું હતું અને 7600 પરત આવ્યા હતા જ્યારે એલઆઇજી (ટુ બીએચકે)ના 1268 આવાસના 21700 ફોર્મના વેચાણ સામે 9200 પરત આવ્યા, થ્રી બીએચકેના 1268 આવાસ માટે 2360 ફોર્મ વેચાણ સામે 160 પરત આવ્યા છે અને તેના 17 માર્ચ સુધી ફોર્મનું વેચાણ થશે. બીજી તરફ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 3978 આવાસ માટે 7000 જેટલા ફોર્મનું આઇસીઆઇસીઆઇ, કોટક બેંક અને એચડીએફસી બેંકમાં વેચાણ થયું હતું અને તેમાંથી માત્ર 380 ફોર્મ પરત આવ્યા છે. રૂડા ડિપોઝિટની મોટી રકમ ફોર્મ સાથે વસૂલ કરતું હોવાથી ફોર્મની પરત આવવાની સંખ્યા ઓછી છે. 

નામ નહીં આવે એટલે તુરંત ડિપોઝિટ પરત
ડિપોઝિટ લેવામાં આવતી હોવાથી જે લોકોને આવાસની જરૂરત હશે તે જ ફોર્મ પરત કરશે. જે લાભાર્થીઓનું નામ ડ્રોમાં પસંદ નહીં થાય તે લાભાર્થીઓને કોઇ પણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર ડિપોઝિટ તેમના બેંક ખાતામાં જમા મળી જશે. ડિપોઝિટ પરત લેવા માટે રૂડાની ઓફિસ સુધી પરત આવવાની જરૂરત નથી. ફોર્મ પરત કરવાની સાથે એક રદ થયેલો ચેક લેવામાં આવે છે તે જે બેંક ખાતાનો ચેક છે તેજ ખાતામાં ડિપોઝિટ પરત મળશે.- ચેતન ગણાત્રા, સીઇઓ રૂડા

રૂડા અહીં બનાવી રહ્યું છે ફ્લેટ

 1. રંગોલી પાર્ક રેસ્ટોરન્ટ પાછળ કાલાવડ રોડ મોટામવા
 2. ડેરોરા વેસ્ટ હિલની પાસે હરી કીર્તન હોલ ઇસ્કોન મંદિર પાછળ
 3. સરિતા વિહાર સોસાયટીની બાજુમાં કાલાવડ રોડ
 4. રાજકોટ નાગરિક બેંકની બાજુમાં 150 ફૂટ રિંગ રોડ
 5. સાંજાચૂલા હોટેલની પાછળ મોટામવા
 6. ફિલ્ડ માર્શલની વાડી પાછળ ઇસ્કોન મંદિર પાછળ
 7. અવધ ક્લબ રોડ મુંજકા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો